દોસ્તો સામાન્ય રીતે દૂધનું સેવન નાના બાળકો થી શરૂ કરીને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે જરૂરી માનવામાં આવે છે. એ જ રીતે લસણ નો ઉપયોગ પણ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે.
વળી આ બન્નેનું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ બંને એકસાથે કરો છો તો આપણને સ્વાસ્થ્યને લગતા ઘણા બધા ફાયદા થઈ શકે છે. નિષ્ણાત લોકોનું માનવું છે કે દૂધ અને લસણ નું એક સાથે સેવન કરવામાં આવે તો વિવિધ પ્રકારની બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.
વળી પુરુષો માટે તો આ મિશ્રણ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર દૂધ અને લસણનું સેવન કરવાથી ઘણી બધી બિમારીઓથી રાહત મેળવી શકાય છે. દરરોજ દૂધ અને લસણનું સેવન કરવામાં આવે તો હૃદય રોગને કાબુમાં કરી શકાય છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
વળી જે લોકો કબજીયાત અથવા બવાસીર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આ બંનેનું મિશ્રણ દવાની જેમ કામ કરે છે. જે લોકોને કબજીયાતની સમસ્યા હેરાન કરી રહી હોય તેવા લોકોએ લસણ યુક્ત દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
કારણ કે લસણ યુક્ત દૂધનું મિશ્રણ તમારા મળને એકદમ કોમળ બનાવે છે. જેથી કરીને મળને બહાર કાઢવામાં આસાની રહે છે. તેથી જે લોકો બાવાસીર અને કબજિયાતની સમસ્યા નો સામનો કરી રહ્યા છે તેમાં લોકો એ તો લસણ એક તો દૂધનું અવશ્ય સેવન કરવું જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે દૂધ અને લસણ નું એક સાથે સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલને પણ કાબુમાં કરી શકાય છે. તેથી જે લોકો હૃદય રોગનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ તો ભોજનમાં અવશ્ય લસણ યુક્ત દૂધને સામેલ કરવું જોઇએ. તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરી શકાય છે.
લસણ અને દૂધનું એકસાથે સેવન કરવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. જો તમે રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં લસણ ઉમેરીને પીઓ છો તો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ આસાનીથી દૂર થઈ શકે છે. જે લોકોની કબજિયાતની સમસ્યા થઈ રહી હોય તેવા લોકોએ તો તેનું સેવન અવશ્ય કરવું જોઈએ.
દૂધ અને લસણ નું એક સાથે સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. જો તમે તેમાં ચપટી ભરીને હળદર ઉમેરી લો છો અને તેનું સેવન કરવા લાગો છો તો તમને વધારે ફાયદા થઈ શકે છે.
હકીકતમાં દૂધ અને લસણ બંને એન્ટી થતી સમૃદ્ધ હોય છે. જે તમારી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો કરવામાં મદદ કરે છે. જે લોકોની સાંધાના દુખાવાની સમસ્યા થઈ રહી હોય તેવા લોકો માટે પણ દૂધ યુક્ત લસણનું સેવન લાભદાયક માનવામાં આવ્યા છે. તેમાં મળી આવતા એન્ટી તત્વો તમારા દર્દને દૂર કરવાનું કામ કરે છે અને સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે.
જે લોકોને વારંવાર માથાનો દુખાવો થઈ રહ્યો હોય અથવા માઈગ્રેનની સમસ્યા હેરાન કરી રહી હોય તો તેવા લોકો પણ આવા દુખાવાથી છુટકારો મેળવવા માટે લસણ યુક્ત દૂધનું સેવન કરી શકે છે.
તેના સેવન કરવાથી માથાનો દુખાવાથી છુટકારો મળે છે સાથે સાથે માઇગ્રેન ની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. હવે તમે કહેશો કે લસણ યુક્ત દૂધનું સેવન કેવી રીતે કરવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં લસણની છોલીને તેના નાના ટુકડા કરી લેવા જોઈએ.
હવે દૂધને ઉકાળી તેમાં થોડુંક લસણ ઉમેરી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં ચપટી હળદર અને સાકર મેળવી લેવી જોઈએ. ત્યારબાદ જ્યારે તે યોગ્ય રીતે ઉકળી જાય ત્યારે તેને ઠંડુ કરીને તેનું સેવન કરવું જોઈએ.