દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાના ચહેરાની અને વાળની સંભાળ લેવા માટે ઘણા પ્રયત્ન કરતો રહે છે. કારણ કે મોટાભાગના લોકોની સુંદરતા તેમના વાળ પરથી નક્કી કરવામાં આવતી હોય છે.
લોકો વાળને ખરતા અટકાવવા, ખોડો દૂર કરવા અને વાળને મજબૂત બનાવવા માટે ઘણા ઉપાય કરતાં રહે છે, જેમાંથી કેટલાક ઉપાય કારગર નિવડે છે તો અમુક થી કોઈ ફાયદો થતો નથી.
વાળની કાળજી લેવા માટે બજારમાં ઘણા મોંઘા હેર પ્રોડક્ટ્સ પણ મળી આવે છે પરંતુ તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળને નુકસાન થાય છે અને વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને પોતાના વાળને મજબૂત બનાવવા નો ઉપાય કરવો જોઈએ.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા અનોખા ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા વાળને એકદમ મજબૂત બનાવવા માટે કામ કરે છે.
જો તમારા વાળ એકદમ ઓઈલી છે તો તેના માટે સિ સોલ્ટ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. સિ સોલ્ટને પાણીમાં ઉમેરી ને વાળ ધોવામાં આવે તો ઓઇલી વાળથી છુટકારો મળે છે. હકીકતમાં તેમાં ખોડોની ની સમસ્યા દૂર કરવાના ગુણો હોય છે, જે ઓઇલની વાળને દૂર કરે છે સાથે સાથે વાળને એકદમ ચમકદાર બનાવે છે.
જો તમારા વાળ બહુ ખરવા લાગ્યા છે તો તમે તેને રોકવા માટે સિ સોલ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સિ સોલ્ટને સ્કેલ્પ પર લઈને મસાજ કરવી જોઈએ. હકીકતમાં સ્કલેપ પર સિ સોલ્ટ ઘડવામાં આવે તો વાળની ગંદકી દૂર થઈ જાય છે અને વાળ ધીમે ધીમે વધવા લાગે છે.
સિ સોલ્ટમાં રહેલું મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બ્રોમાઇડ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારું બનાવે છે. જો તમે તેને પાણીમાં ઓગાળીને કે પછી શેમ્પૂમાં મિક્સ કરીને લગાવી દો છો તો બ્લડ સર્ક્યુલેશન સારું થવા લાગે છે અને વાળ એકદમ મજબૂત બને છે.
દરરોજ સિ સોલ્ટ લગાવવાથી લગાવવાથી વાળ ની ડ્રાયનેસ એટલે કે સૂકાપણું દૂર થઈ શકે છે. હકીકતમાં તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ મળી આવે છે, જે વાળની ચમક ને બનાવી રાખીને ખોડાની સમસ્યા દૂર કરે છે.
એક બાજુ કેમિકલયુક્ત પ્રોડક્ટ વાળને નુકશાન કરે છે તો બીજી બાજુ પોષક તત્વોથી સમૃદ્ધ સિ સોલ્ટ વાળ માટે દવાની જેમ કામ કરે છે. તેથી તમારે પણ સિ સોલ્ટ નો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અને તેનાથી થતા ફાયદાઓનો લાભ ઉઠાવવો જોઇએ.