દોસ્તો આપણા ભારત દેશમાં ચા પીવાના રસિયાઓની કોઈ કમી નથી. સવારે ઉઠતાની સાથે મોટાભાગના ઘરોમાં ચા બનાવવામાં આવે છે અને તેને પીવામાં આવે છે. જે પૈકી ઘણા લોકોની માન્યતા હોય છે કે વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાથી વિવિધ પ્રકારના રોગો થવાનો ભય રહે છે.
પરંતુ જો તમે સવારે ઊઠીને ફક્ત એક જ કપ ચાનું સેવન કરો છો તો કેન્સર અને હૃદયરોગ થવાનો ભય બહુ ઓછો હોય છે.સામાન્ય રીતે ચા અને કોફી ની આદત એક ડ્રગ્સ સમાન હોય છે. જો તેની એક વખત આદત પડી જાય છે તો તેને બહુ જલદી દૂર કરી શકાતી નથી.
વળી ઘણા લોકોને તો ચા ન પીવાને કારણે માથાનો દુખાવો પણ થવા લાગે છે અને તેમનો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે. એક સંશોધનમાં માહિતી મળી છે કે કોફી ના ઘણા શોખીનો ચાના રસિયા થઈ ગયા છે.
એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ફક્ત બ્રિટેનની અંદર દરરોજ આશરે 10p મિલિયન ની નજીક ચાના કપ લોકો પીવે છે. વળી ચા પત્તી માં ઘણા પ્રકારના એંટી ગુણધર્મો આવેલા હોય છે, જે આપણા શરીરની સાફ સફાઈ કરવામાં કામ કરે છે અને તણાવને દૂર કરે છે.
વળી જે લોકો લાંબા સમય સુધી ચાને પોતાના ડાયટમાં સામેલ કરે છે તેઓ લાંબા સમય સુધી જીવન જીવી શકે છે. ઓસ્ટ્રેલિયા માં થયેલ એક સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન પાંચ થી છ કપ ચા પીવે છે તેઓની અંદર ડીમેટીયા થવાનું રિસ્ક બહુ ઓછું હતું.
ટૂંકમાં કહીએ તો એક કપ ચા તણાવ અને સ્ફૂર્તિ પ્રદાન કરવામાં મદદ કરે છે, જેનાથી આપણા શરીરમાં બહુ જલ્દી શક્તિ આવી જાય છે. વળી જે લોકોના હૃદય સંબંધી બીમારીઓ હોય તેવા લોકોને પણ ચા પીવાની સલાહ આપવામાં આવે છે.
ચામાં મળી આવતું એમિનો એસિડ કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. અમેરિકાના એક સંશોધનનો એક સંશોધકે જણાવ્યું છે કે એક કપ ચા માણસને સ્વસ્થ રહેવામાં ઘણા અંશ સુધી મદદ કરી શકે છે.
જોકે તેનાથી વિપરીત એક સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકોએ ખૂબ જ ગરમ ચાનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે જો તમે વધારે પ્રમાણમાં ગરમ ચાનું સેવન કરશો તો તેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેથી હંમેશા ચાને ઠંડી કરીને જ પીવી જોઈએ.