આખી જિંદગી બ્લડ કેન્સરથી બચવું હોય તો જાણી લેજો આ ઉપાય

દોસ્તો આજના સમયમાં મોટાભાગના બધા જ લોકોને કોઈકને કોઈ બીમારીથી પરેશાની થતી રહે છે. જે પૈકી કેન્સરની બીમારી હાલમાં વધુ પ્રમાણમાં પ્રસરી રહી છે. કેન્સર એક પ્રકારનો ગંભીર રોગ છે, જે અમુક પ્રકારના લોકોને સૌથી વધારે પ્રમાણમાં થાય છે.

આ પ્રકારનું કેન્સરને લ્યુકેમિયા તરીકે ઓળખવામાં આવે છે, જે સફેદ બ્લડ સેલ્સને અસર કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 60 હજારથી વધારે લોકોને આ પ્રકારનું કેન્સર થાય છે અને ઉંમર સાથે આ રોગ થવાનો ભય વધારે રહે છે.

આ બીમારી 20 વર્ષથી નાની ઉંમરના લોકોમાં પણ સૌથી વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓને આ પ્રકારનું કેન્સર થવાનું જોખમ સૌથી વધારે હોય છે.

મહિલાઓની સાપેક્ષમાં પુરુષોમાં વધારે જોખમ :- આમ તો બ્લડ કેન્સર કોઈપણ પ્રકારના લોકોને થઈ શકે છે પરંતુ મહિલાઓની સાપેક્ષમાં પુરુષોમાં આ કેન્સરના લોકો સૌથી વધારે જોવા મળે છે.

કેન્સર થેરેપી કરાવનાર લોકો :- જો તમે એવા લોકો માંથી એક છો જેઓએ કેન્સર થેરાપી અથવા કેમોથેરપી કરાવી છે તો તેવા લોકોમાં આ પ્રકારનું કેન્સર સૌથી વધારે હેરાન કરે છે.

ઇલેક્ટ્રોમેગ્નેટ વિસ્તારોની નજીક રહેતા લોકો :- જે લોકો લાંબા સમયથી વીજ લાઇન અથવા ટાવરના પાસે ઘર છે અને તેઓ ત્યાં વસવાટ કરે છે તો તેઓને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે.

ધૂમ્રપાન કરનારા લોકો :- જે લોકો વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરે છે તેવા લોકોને પણ આ પ્રકારનો રોગ થઈ શકે છે. જે લોકો નિયમીત ધૂમ્રપાન કરે છે તેઓને બ્લડ કેન્સર થવાની શક્યતા સૌથી વધારે હોય છે.

65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો :- જે લોકોની ઉંમર 65 વર્ષથી વધારે છે તેઓને બ્લડ કેન્સર થવાનો ભય સૌથી વધારે હોય છે. તેનાથી વિપરિત 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ આ રોગ થઈ શકે છે પરંતુ તેના કેસો ઓછા છે.

કેમિકલ ધરાવતી જગ્યાએ કામ કરનારા લોકો :- જે વ્યક્તિ ગેસોલિન માં જોવા મળતા બેન્ઝીન જેવા કેમિકલયુક્ત પદાર્થોના સંપર્કમાં આવે છે તો તેને પણ બ્લડ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

અનુવાંશિક કારણ :- તમને જાણીને આશ્ચર્ય થશે કે લ્યુકેમિયા ઘણી વખત આનુવંશિક માન્યતાઓને લીધે પણ થઈ શકે છે. જોકે તેના કેસો બહુ ઓછા છે.

ફેમિલી ઇતિહાસ :- સામાન્ય રીતે લ્યુકોમિયા કોઈ પરિવાર સાથે સંબંધ ધરાવતો નથી પરંતુ જો તમે સીએલ રોગીના ફર્સ્ટ ડીગ્રી સંબંધી છો અથવા તમે જોડિયા છો તો તે વ્યક્તિઓને આ રોગ થવાનો ભય રહે છે.

Leave a Comment