દોસ્તો આજે તમને એક એવી ઔષધી વિશે જણાવીએ જેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આ ઔષધીનો ઉપયોગ આપણા વડીલો હાડકાને મજબૂત રાખવા માટે કરતા હતા. તેથી જ વર્ષો સુધી તેમના હાડકા મજબૂત રહેતા હતા અને તેઓ સરળતાથી મહેનતનું કામ કરી લેતા.
આજે પણ આ ઔષધિથી નિયમિત રીતે તમે માલિશ કરો તો હાડકા મજબુત થાય છે. સાથે જ નાનું મોટું ફ્રેક્ચર પણ સંધાઈ જાય છે. ઘણા લોકોને હાથ-પગમાં બળતરા દુખાવો જેવી સમસ્યા પણ રહેતી હોય છે આ પ્રકારની સમસ્યા પણ આ ઔષધિ થી માલીશ કરવાથી દૂર થાય છે.
જે ઔષધિ વિશે અહીં વાત થઇ રહી છે તે અવશધી છે ઘેટી નું દૂધ. આયુર્વેદ અનુસાર ઘેટીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમારે હાડકાને મજબૂત કરવા હોય તો ઘેટીના દૂધની માલિશ કરવી જોઈએ. સાથે જ તેનું સેવન કરવાથી પણ હાડકા મજબુત થાય છે.
ખાસ કરીને ઠંડીની ઋતુમાં આ દુધથી માલીશ કરવાથી હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જાય છે અને પડવા-વાગવાથી ફ્રેક્ચર થતાં નથી. આયુર્વેદ નિષ્ણાંતો તો એમ પણ જણાવે છે કે જો હાડકું તૂટી ગયું હોય તો તેના ઉપર ઘેટી ના દૂધ થી માલીશ કરવાથી હાડકું ઝડપથી સંધાઇ જાય છે.
આ સિવાય શિયાળાની ઋતુ હોય ત્યારે દેશી ગોળનું સેવન પણ કરવું. દેશી ગોળ માં વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાં માટે લાભકારી છે. શિયાળાની ઋતુ દરમિયાન તમે નિયમિત રીતે ગોળનુ સેવન કરો છો તો ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.