દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક ઉંમરના લોકોને દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જ્યારે તમે આ દુખાવાની ફરિયાદ લઇને ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તેઓ ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે બેઠા કેટલાક ઘરેલુ ઉપચાર કરીને પણ આ દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને આ બધા જ ઉપાય એકદમ આયુર્વેદિક હોવાને કારણે તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.
જો આપણે દુખાવા વિશે વાત કરીએ તો સાંધાનો અને પીઠનો દુખાવો એકદમ સામાન્ય બીમારીઓ છે. ભારતના મોટાભાગના લોકોને આ પ્રકારની બીમારીઓ થતી હોય છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કમરના દુખાવાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો નો અમલ કરીને તમે આસાનીથી ઘરે બેઠા દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
દીવસ દરમિયાન થોડા અંતર સુધી ચાલુ આપણા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જે મહિલાઓ અને પુરુષો દિવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં ચાલે છે તેઓને જિંદગીભર દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેથી જે લોકોને પીઠનો દુખાવો થઈ રહ્યો હોય તેઓએ દરરોજ 30 મિનિટ સુધી ચાલવું જોઈએ.
સામાન્ય રીતે પેટ ના કોર મસલ્સ પીઠને સહારો આપવામાં મદદ કરે છે અને આ જ ક્રમમાં આ મસલ્સ તમારો દુખાવો દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. તેથી તમારે દિવસ દરમિયાન સ્ટ્રેચિંગ અને પીઠને મજબૂત કરે એવી કસરત કરવાની ટેવ પાડવી જોઈએ. જેનાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને દુખાવાથી આરામ મળે છે.
વળી યોગ્ય રીતે કરવામાં આવેલું પોશ્ચર પીઠના દુખાવાથી છૂટકારો આપવામાં મદદ કરે છે. જો તમને પેટના ભાગમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે હાડકાઓને યોગ્ય રીતે સીધા માં રાખવા માટે કેટલીક વસ્તુઓ શરીર ઉપર બાંધવી જોઈએ. જેમાં તમે ટેપ અથવા અન્ય વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
જો કોઇનું વજન વધારે હોય છે તો તેવા લોકોને પીઠનો દુખાવો થવાનો ભય વધારે રહેતો હોય છે. તેથી યોગ્ય પ્રમાણમાં વજન ઘટાડવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમે પોતાના વજનને નિયંત્રણમાં લાવી શકો છો તો તમે આસાનીથી પીઠના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
વળી એક અહેવાલ અનુસાર માહિતી મળી છે કે જે લોકો વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરે છે તેઓને પીઠનો દુખાવો થવાનો ભય સૌથી વધારે રહેતો હોય છે. તેથી તમારે સિગારેટ અને અન્ય તમાકુ ધરાવતી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં અને ધુમ્રપાન કરવાની આદત પણ છોડી દેવી જોઈએ.
પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બરફને પીઠ ઉપર લગાવીને શેક કરવો જોઈએ. જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને પીઠના દુખાવાથી છુટકારો મળી શકે છે.