હાડકાં ને લોખંડ જેવા મજબુત કરવાનો ઉપાય જાણી લો

જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં કેલ્શિયમ બનતું અટકે છે. જેના કારણે હાડકા કેટલા મજબૂત રહેતા નથી જેટલા યુવાનીમાં હોય છે. વળી કેટલાક લોકોને પહેલાંથી જ હાડકા ખૂબ જ નબળા હોય છે. જો હાડકા નબળા હોય તો ઓસ્ટીઓપોરોસીસ નામની સમસ્યા થઈ શકે છે.

હાડકા નબળા હોય તો પડવા વાગવાથી ફેક્ચર પણ થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે. હાડકા નબળા પડી રહ્યા હોય તો મીઠું ખાવાનું ઓછું કરવું જોઈએ. તેનાથી શરીરમાં રહેલું કેલ્શિયમ પેશાબ માર્ગે બહાર નિકળી જાય છે અને હાડકા નબળા પડે છે.

જો તમારી દવા વિના હાડકાંને મજબૂત બનાવવા હોય તો દરરોજ એક સફરજન ખાવાની શરૂઆત કરી દો. ખાસ ધ્યાન રાખવું કે હાડકાની મજબૂતી માટે સફરજનની છાલ કાઢવી નહીં સફરજનને છાલ સહિત ખાવું જોઈએ.

આ સિવાય દૈનિક આહારમાં તલનો પણ ઉપયોગ કરવો. રોજ એક મુઠ્ઠી શેકેલા તલ ખાવાથી પણ કેલ્શિયમ વધે છે.

અનાનસ ખાવાથી પણ હાડકા મજબુત થાય છે. તેનું સેવન કરવાથી હાડકા ને લગતા રોગોને અટકાવવામાં મદદ મળે છે. જે લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય, સાંધા કે હાડકાંનો દુખાવો રહેતો હોય તેમણે જમતા પહેલાં એક વાટકી અનાજ ખાવું જોઈએ. આ સિવાય રોજ એક ગ્લાસ અનાનસનું જ્યુસ પીવાથી પણ હાડકા મજબુત થાય છે.

હાડકાની લોખંડ જેવા મજબૂત કરવામાં અને કેલ્શિયમ વધારવા માં સોયાબીન મહત્વનો ભાગ ભજવે છે. સોયાબીનમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી શરીર ફીટ રહે છે અને હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જાય છે.

કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત દૂધ છે. તેથી હાડકાની મજબૂતી માટે રોજ બે ગ્લાસ દૂધ પીવું જોઇએ. નિયમિત રીતે બે ગ્લાસ દૂધ પીવાથી હાડકાં મજબૂત રહે છે અને શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ રહે છે.

હાડકા મજબૂત બનાવવા માટે બદામ અને મગફળીનું સેવન કરવાથી પણ લાભ થાય છે. પપૈયું ખાવાથી પણ હાડકા ની નબળાઈ દૂર થાય છે અને સાથે જ સાંધાનો દુખાવો મટે છે.

ફ્લાવરનું શાક કોઈને ભાવતું નથી પરંતુ ફ્લાવર ખાવાથી શરીર ના હાડકા મજબુત થાય છે. ફ્લાવરનું સેવન કરવાથી કેલ્શિયમની માત્રા વધે છે અને હાડકાં અને સાંધા મજબૂત થાય છે.

Leave a Comment