સફેદ લસણની જેમ કાચું લસણ પણ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ લસણનો ઉપયોગ સૌથી વધુ આથો લાવવા માટે કરવામાં આવે છે. તે પણ પોષકતત્વોથી ભરપુર હોય છે. કાળા લસણનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.
જો કે તમે ઘરે પણ આ લસણ તૈયાર કરી શકો છો. તેના માટે સફેદ લસણ લેવું અને તેને 3 અઠવાઠીયા સુધી 60 ડીગ્રી તાપમાન પર રાખો. આ લસણનો સ્વાદ મીઠો થઈ જાય છે. કાળું લસણ સફેદ લસણને ફર્મેંટ કરીને તૈયાર કરવામાં આવે છે. તેમાં અલ્કલોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોસ હોય છે.
આ લસણનું સેવન કરવાથી હાર્ટ પ્રોબ્લેમ દુર થાય છે. તેમાં એલિસિન નામનું તત્વ હોય છે જે લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે. તેનાથી ધમનીઓમાં લોહી જામતું અટકે છે.
કાળા લસણનો નિયમિત આહારમાં સમાવેશ કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં આવે છે. કેટલાક સંશોધનો અનુસાર જે વસ્તુમાં એન્ટી ઓક્સીડન્ટ વધારે હોય તે ડાયાબીટીસને થતું અટકાવે છે. આ રીતે કાળુ લસણ ખાવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.
કાળા લસણમાં કેન્સર વિરોધી તત્વ પણ હોય છે. તે બ્લડ કેન્સર, પેટના કેન્સર અને કોલોન કેન્સરથી પીડિત વ્યક્તિ માટે લાભકારી છે.
કાળુ લસણ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. એક સંશોધન અનુસાર કાળુ લસણ હૃદય રોગને દુર કરવાનું કામ કરે છે. કાળુ લસણ રક્ત પરિભ્રમણ સુધારે છે. જેના કારણે શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે.
તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. કાળા લસણનું નિયમિત સેવન કરવાથી શરીરને કોઈ આડઅસર થતી નથી. આ લસણ શરીરનું મેટાબોલિઝમ વધારે છે. તેનાથી એલર્જીના કારણે થતી શરદી, વાતાવરણના કારણે થતી શરદી અને કફ, તાવ જેવી સમસ્યા મટે છે.
તેનું સેવન કરનારને વાયરલ બીમારીઓ થતી નથી. તેના સેવનથી એલર્જી પણ દુર થાય છે. કાળુ લસણ રક્તને દવા વિના પાતળું કરે છે. આ લસણ એ લોકો માટે ખૂબ લાભકારી છે જેઓનું રક્ત જાડું થતું હોય છે.
આ સિવાય શરીરમાં કોઈ કારણોસર સોજા આવતા હોય તો આ લસણનું સેવન નિયમિત રીતે આહારમાં કરવું. તેનાથી બળતરા સહિતના વાત્ત, પિત્ત અને કફના રોગ પણ મટે છે.