મકરધ્વજ નામની દવાને આયુર્વેદમાં મહાઔષધિ કહેવાય છે. મકરધ્વજ જેવી રોગ નાશક દવા આજ સુધી બની શકી નથી તેવો દાવો પણ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પહેલાના સમયમાં ઋષિ મુનીઓ પ્રાણીઓના કરડવાથી ચઢતા ઝેરથી લોકોને મકરધ્વજ નામના ઔષધથી સ્વસ્થ કરી દેતા હતા.
મકરધ્વજનું સેવન કરવાથી શક્તિ વધે છે અને હૃદય અને મગજને 5 જ મિનિટમાં શક્તિ આપે છે. મકરધ્વજ ખાવાથી શરીરની દરેક સમસ્યા દુર થાય છે. તેનાથી શરીરનું વજન વધે છે. બળ વધે છે, વીર્ય વધે છે, શક્તિ અને પુરુષત્વ પણ વધે છે.
પુરુષોના શીઘ્રપતનની સમસ્યાની આ અરસીર દવા છે. આ દવા નાના બાળકથી લઈ વૃદ્ધને પણ આપી શકાય છે. દરેક વયના લોકોને મકરધ્વજ લાભ કરે છે. આ દવા લોકોનો જીવ બચાવી શકે તેવી ક્ષણતા ધરાવે છે.
તેના વિશે કહેવાય છે કે મરતા વ્યક્તિને પણ આ દવા જીવીત કરી શકે છે. આ દવા જાદુની જેમ અસર કરે છે. આ દવાનો ઉપયોગ બંગાળમાં વધારે થાય છે. તેનું સેવન કરવાથી હાર્ટ ફેલ થવાનું જોખમ ઘટી જાય છે.
તાવ ઉતરતો ન હોય તો મકરધ્વજની સાથે આદુનો રસ, પરવળનો રસ મીક્સ કરીને લેવાથી લાભ થાય છે. લોહીના ઝાડા થતા હોય તો મકરધ્વજમાં કુડાની છાલનો કાઢો, મધ ઉમેરી લેવાથી રાહત થાય છે.
આલ્મ્પીત્તમાં આમળાનું પાણી અને મધ સાથે આપવાથી મકરધ્વજ આપવાથી લાભ થાય છે. ગોળ સાથે મકરધ્વજ લેવાથી પાંડુના જુના રોગમાં લાભ થાય છે.
વાયુની સમસ્યામાં શેકેલી હિંગનું ચૂર્ણ અને ગ્રન પાણી લેવાથી લાભ થાય છે. દમની સમસ્યામાં બેલના પાંદડાનો રસ, અપામાર્ગનો રસ અને મધની સાથે મકરધ્વજ આપવાથી લાભ થાય છે. વાતવ્યાધીમાં અરંડિયાના મૂળનો રસ અને મધ મકરધ્વજ સાથે લેવાથી રાહત થાય છે.
પ્રમેહ, ધાતુસ્ત્રાવમાં કાચી હળદર કે આંબળાના રસ સાથે મકરધ્વજ લેવાથી લાભ થાય છે. રક્તપ્રદરમાં અશોકની છાલનું ચૂર્ણ લઈ તેમાં પકવેલું દૂધ મધ ઉમેરીને મકરધ્વજ સાથે લેવું જોઈએ. તેનાથી લાભ થાય છે.
શ્વેત પ્રદરમાં ચોખાનું ધોવાણ, રાલનું ચૂર્ણ, મધ મકરધ્વજ સાથે લેવા જોઈએ. પિત્તના રોગમાં મધ, જીરું, કોથમીર મકરધ્વજ સાથે લેવાથી લાભ થાય છે.