આ ઉપાયથી ડાયાબિટીસ, નપુંસકતા અને કેન્સર ગાયબ થઈ જશે

ઉનાળામાં મળતા જાંબુ એક ઔષધિય ફળ છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ ગુણકારી પણ છે. જાંબુ ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન સમાન છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ, કોલીન, ફોલિક એસિડ ભરપુર હોય છે.

જાંબુનું સેવન કરવું ખૂબ લાભ કરે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જાંબુંમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. આ ફળ કીમોથેરાપી અને રેડીએશનમાં પણ ફાયદો કરે છે. તે શરીરમાં પાણીની ઊણપ થવા દેતું નથી. તેને ફળની જેમ ખાવાની સાથે તમે જ્યૂસ બનાવીને પણ પી શકો છો.

જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમના માટે પણ જાંબુ ઉપયોગી છે. જાંબુને ઠંડા કરીને સામાન્ય ફળની જેમ ખાઈ શકાય છે. આ સિવાય તેનો ઉપયોગ ચાટમાં કે સલાડમાં પણ કરી શકાય છે.

સાંધાના દુખાવાની સમસ્યામાં પણ જાંબુની છાલને ગોળમાં ઉકાળી તેનો લેપ તૈયાર કરી લગાવવાથી દુખાવાથી રાહત થાય છે.

જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંત પર લગાવવાથી દાંત મજબૂત થાય છે. આ સિવાય પથરીની સમસ્યા હોય ત્યારે જાંબુના ઠળીયાને સુકવી તેનો પાવડર બનાવી અને તેનું સેવન કરવું. આ પાડવરને દહીં સાથે પણ લઈ શકાય છે.

કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગમાં લાભ થાય છે. ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસી તેનો પાવડર બનાવી લેવો. આ પાવડર પાણીમાં ઉમેરી તેના કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે.

ડાયાબીટીસમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહે તે માટે જાંબુના ઠળીયાને સુકવી અને તેનો પાવડર બનાવી તેનું સેવન કરવું. આ પાવડર દિવસમાં 2 વખત લેવાથી લાભ થાય છે.

જાંબુમાં મીઠું અને મરી ઉમેરીને ખાવાથી હરસના મસા મટે છે. જાંબુની સીઝન હોય ત્યારે તેના ઠળીયાને સુકવી અને તેનો પાવડર કરી લેવો. આ પાવડરને સ્ટોર કરી બારેમાસ વાપરી શકાય છે.

એસીડીટીની સમસ્યા હોય તો તેના માટે જાંબુ સાથે શેકેલું જીરું લેવાથી રાહત થાય છે. ત્વચા અને વાળ માટે પણ જાંબુ લાભકારી છે જાંબુ વાળને સફેદ થતા અટકાવે છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે. તેનાથી ત્વચાના મૃત કોષ દુર થાય છે. જાંબુ ખાવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

કાળા જાંબુ ખાવાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચા પર પડેલા ડાઘ અને ધબ્બા દુર થાય છે. જાંબુનો પલ્પ ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને કમકીલી બને છે. તેના ઠળીયાના પાવડરમાં દહીં ઉમેરી આ પેસ્ટ વાળમાં લગાવી શકાય છે. તેનાથી ખરતાં વાળ અટકે છે.

Leave a Comment