કાળી ગરદન અને કોણીથી શરમ આવે છે, આ ઉપાયથી 1 જ દિવસમાં દૂધ જેવી ધોળી

શરીરના અન્ય અંગની સરખામણીમાં ગરદન, કોણી અને ગોઠણની ત્વચા કાળી હોય તે સામાન્ય બાબત છે. પરંતુ જ્યાર કોણી, ગરદન અને ઘુંટણ વધારે કાળા હોય ત્યારે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે.

તેના કારણે સુંદરતા અને વ્યક્તિત્વ પણ ખરાબ થાય છે. ઘણીવાર લોકો અલગ આ અંગ ઢંકાય જાય તેવા કપડા પહેરી અને આ કાળાશ છુપાવવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ આ કાળાશ છુપાવી શકાતી નથી.

તેથી જરૂરી છે આ સમસ્યાથી મુક્તિ મળે તેવા ઉપાય કરવા. આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો આજે જોરદાર ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ગરદન, કોણી અને ઘુંટણની કાળી પડેલી ત્વચા સાફ થાય છે.

આજે ત્વચાનો રંગ નિખારે તેવા ઘરગથ્થુ ઈલાજ તમને જણાવીએ. આ ઈલાજ કરવાથી ત્વચાનો રંગ સાફ થાય છે. તો ચાલો કયા કયા છે આ ઉપાય જાણી લો ફટાફટ.

કોણી, ઘુંટણ અને ગરદનની કાળાશ દુર કરવા માટે ચણાનો લોટ બેસ્ટ વિકલ્પ છે. તેના માટે ચણાના લોટમાં દૂધ ઉમેરી અને તેને બરાબર હલાવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કાળી પડેલી ત્વચા પર લગાવી 5 મિનિટ મસાજ કરો. ત્યારબાદ 5 મિનિટ પછી તેને સાફ કરી નાંખો.

દૂધ અને હળદર પણ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે એક કપ દૂધમાં 4 ચમચી હળદર ઉમેરી બરાબર તેને મિક્સ કરો. આ પેસ્ટને કોણી અને ઘુંટણ પર લગાવી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 10 મિનિટ આ પેસ્ટને સુકાવા દો. ત્યારબાદ પાણીથી તેને સાફ કરી નાખો.

બેકિંગ સોડા પણ ત્વચાની કાળાશ દુર કરે છે. તેના માટે દૂધમાં બેકિંગ સોડા ઉમેરી તેને કાળી પડેલી હાથ અને પગની ત્વચા પર લગાવો. તેને હળવા હાથે સાફ કરો અને થોડીવાર સુકાવા દો. પછી પાણીથી સાફ કરી લેવું.

પાકેલા પપૈયા પણ આ કામ માટે ઉપયોગી છે. તેના માટે પાકેલા પપૈયાની પેસ્ટ બનાવી અને તેને ઘુંટણ, કોણી અને ગરદન પર લગાવો. આ પેસ્ટને 15 મિનિટ રાખી મુકો અને પછી તેને સાફ કરો.

કોણી, ઘુંટણ અને ગરદન પર નાળિયેરના તેલથી માલિશ કરવાથી પણ લાભ થાય છે. તેનાથી ડેડ સ્કીન દુર થાય છે અને ત્વચાનો રંગ સુધરે છે.

દૂધની મલાઈ અને લીંબુનો રસ મિક્સ કરીને આ ભાગ પર લગાવો. 5 મિનિટ મસાજ કરી અને 20 મિનિટ તેને એમજ રહેવા દો. આમ કરવાથી આ ભાગની ત્વચા નરમ પડે છે અને તેનાથી કાળા પણ દુર થાય છે. ટામેટાનો ઉપયોગ કરવાથી પણ શ્યામ ત્વચા દુર થાય છે.

Leave a Comment