કાચકા આયુર્વેદની દવાઓ મળતી હોય તે દુકાનેથી સરળતાથી મળી જાય છે. તેને કુબેરાક્ષ પણ કહેવાય છે કારણ તે કાચકા કુબેરની આંખ જેવા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતરની વાડ કરવા તેને ઉછેરે છે. આ વેલ સ્વરુપે થાય છે અને તેમાં કાંટા હોય છે.
કાચડાના ગુણની વાત કરીએ તો તે કડવા, તુરા, ઉષ્ણ અને શોધક હોય છે. તેનાથી કફ, પિત્ત, હરસ, શુળ, સોજો, વ્રણ, પ્રમેહ, કોઢ, રક્તસ્ત્રાવ થતો હોય તેવા મસા, રક્તદોષ વગેરે દુર થાય છે. કાચકાને શેકીને તેના ઉપરનું છોતરું કાઢી અને અંદરના સફેદ બીજને કાઢી તેને બરાબર વાટી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું.
આ ચૂર્ણમાં એટલી જ માત્રામાં અજમાનું ચૂર્ણ અને 4 કાળા મરીને વાટીને ઉમેરવા. આ ચૂર્ણ સવારે અને રાત્રે પાણી સાથે લેવાનું હોય છે. તેને લેવાથી પેટના કૃમિ, મરડો, ઉદરશૂળ, ઝાડા, પેટનો આફરો, પેટનું ભારેપણું, અપચો દુર થાય છે. આ સાથે જ પેટના બધા જ રોગ મટે છે.
એલોવેરાનો ગર અડધી ચમચી અને કાચકાનું ચૂર્ણ અડધી ચમચી રોજ રાત્રે લેવાથી પેટના રોગ મટે છે. તેને શેકી અને તેને વાટી તેનું ચૂર્ણ કરીને પણ તેને ઔષધ તરીકે વપરાય છે.
કાચકાની મીજનું ચૂર્ણ પા ચમચી, અજમો અને સંચળ લઈ રોજ સવારે 7 દિવસ લેવાથી પેટના રોગ અને કૃમિ મટે છે. તેનું સેવન કરવાથી ભૂખ પણ સારી લાગે છે.
આ ચૂર્ણ લેવાથી ગેસ મટે છે અને નિયમિત રીતે મળ સાફ ઉતરે છે. તેનાથી પેટનું શૂળ અને આંકડી મટે છે. આ ચૂર્ણ લેવાથી જીર્ણજ્વર, ઝીણો તાવ મટે છે.
આ ચૂર્ણને એકવાર બનાવી સ્ટોર કરી શકાય છે. પણ આ સ્ટોર કરેલું ચૂર્ણ 2 મહિના જ વાપરવું. ત્યારબાદ નવું ચૂર્ણ બનાવી લેવું.
ડાયાબીટીસ માટે ચૂર્ણ બનાવવું હોય તો મામેજવો, હળદર, આમળા, કાંચકા અને મેથીને સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ લેવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. આ ચૂર્ણને સવારે અને સાંજે લેવાથી લાભ થાય છે.
ગેસની સમસ્યા અને કબજિયાતની તકલીફ દુર કરવા માટે શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી લો. તેનું સેવન જમ્યા પછી કરવાથી લાભ થાય છે.