માથાથી લઈને પગના સાંધાના દુખાવા મટાડે છે આ ઔષધી

ભોંય રીંગણીને તેના ઔષધીય ગુણોના કારણે હનુમાનની જડીબુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાંટાળો છોડ શરીરને નિરોગી રાખી શકે છે. તેમાં એટલા ગુણ હોય છે કે તેના કારણે શરીરના આંખથી લઈ મગજ સુધીના રોગ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ આ અંગે વિગતવાર.

આજના દોડધામ ભરેલા જીવનમાં દરેક વ્યક્તિ સ્ટ્રેસનો શિકાર થઈ જાય છે. આ કારણ તેમને માથાનો દુખાવો સતત રહે છે અને ઊંઘ આવવામાં પણ સમસ્યા થાય છે. આ બધી જ સમસ્યાને ભોંય રીંગણી દુર કરી શકે છે. તેના માટે ભોંય રીંગણીના ફળનો રસ કપાળ પર લગાવવો.

ઘણા લોકોને માથામાં ટાલ પડી જવાની સમસ્યા થાય છે. તેવામાં ભોંય રીંગણી લાભકારક સાબિત થાય છે. તેના માટે 20-50 મિલી ભોંય રીંગણીના પાનનો રસ લેવો. તેમાં થોડું મધ ઉમેરવું અને તેને માથામાં લગાવવું. તેનાથી ટાલ પડવાની સમસ્યા દુર થાય છે.

પ્રદૂષણ, માટીના કારણે વાળમાં ખોડો થઈ જતો હોય છે ત્યારે તેનાથી મુક્તિ મેળવવા માટે ભોંય રીંગણીના ફળનો રસ કાઢી અને માથા પર લગાવી વાળ ધોવાથી ખોડો તુરંત દુર થાય છે.

આંખની બળતરા, દુખાવો, રતાંધણાપણું, લાલ આંખની સમસ્યાને દુર કવરા ભોંય રીંગણી ઉપયોગી છે. તેના માટે 30 ગ્રામ પાંદડાને પીસી અને તેનો માવો બનાવી આંખ પર તેને લગાવી શકાય છે. તેનાથી આંખનો દુખાવો દુર થાય છે.

વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે શરદી, તાવ, ઉધરસ થતી હોય તો પણ ભોંય રીંગણી ઉપયોગી સાબિત થાય છે. તેના માટે પીત્ત પાપદા, ગિલોય, ભોંય રીંગણી 20 ગ્રામની માત્રામાં લઈ અને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી ચોથા ભાગનું બચે ત્યારે ગેસ બંધ કરી આ ઉકાળો પી જવો.

દાંતના દુખાવાને દુર કરવા માટે ભોંય રીંગણીના બીજનો ધુમાડો કરી મોઢામાં તેને લેવાથી રાહત થાય છે. આ સિવાય ભોંય રીંગણીનો ઉકાળો કરી તેનાથી કોગળા કરવાથી પણ લાભ થાય છે.

કફમાંથી મુક્તિ મેળવવા માટે 15 મિલી પાંદડાનો રસ અથવા 30 મિલી તેના મૂળનો ઉકાળો કરી એક ગ્રામ મરી પાવડર અને 250 મિલિગ્રામ સિંધાલુણ સાથે લેવાથી કફમાં રાહત થાય છે.

આ ઉકાળાનું સેવન કરવાથી છાતિનો દુખાવો, શ્વાસની તકલીફ અને ઉધરસ પણ મટે છે. આ ઉકાળો લેવાથી શરીરના મોટાભાગના રોગ દુર થઈ જાય છે એટલા માટે જ તેને હનુમાનજીનું નામ આપવામાં આવ્યું છે કારણ તે આ જડીબુટ્ટી પણ સંકટમોચન છે.

Leave a Comment