ફેફસાંનો કચરો બહાર કાઢી નવા જેવા કરી નાખવા કરો આ કામ

આજના સમયમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે તેની અસરથી કોઈ બાકાત નથી. પ્રદૂષણના કારણે સતત સ્વાસ્થ્યને પણ અસર થતી રહે છે. આ અસર દેખાતી નથી પરંતુ તેનો અનુભવ કરી શકાય છે.

જેમકે કોઈપણ કારણ વિના ગળામાં બળતરા, દુખાવો, દાદરા ચઢવાથી શ્વાસ ચઢવો, શ્વાસ લેવામાં સમસ્યા થવી વગેરે. આ બધા જ લક્ષણો છે કે પ્રદૂષણ, વ્યસન સહિતના કારણોને લીધે ફેફસાને નુકસાન થયું છે અને ફેફસા નબળા પડ્યા છે.

આજે તમને એવા ઘરગથ્થુ અને અસરકારક ઈલાજ વિશે જણાવીએ જે ફેફસાને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપાય કરીને ફેફસાને સ્વચ્છ કરી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

ફેફસામાં સતત ઝેરી હવા જતી હોવાથી તે દૂષિત થતા હોય છે. તેવામાં જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો શરીરમાં બળતરા, ઉધરસ, શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. હવામાં રહેલા ઝેરી તત્વો શરીરમાં જતા જ હોય છે અને સાથે જ વ્યસનો પણ ફેફસાને નબળા પાડે છે. તેવામાં ફેફસાને દવા વિના ડીટોક્સ કરવાનો આજે રસ્તો જણાવીએ.

ફેફસાને ડીટોક્સ કરવા માટે સ્ટીમ થેરાપી અપનાવવી. જ્યારે સ્ટીમ એટલે કે વરાળ શ્વાસ વડે શરીરમાં અંદર જાય છે ત્યારે ફેફસા ડીટોક્સ થવા લાગે છે. સ્ટીમ લેવાથી ફેફસા દૂષિત થતા અટકે છે અને સાથે જ ડીટોક્સ પણ થાય છે.

ફેફસાને ડીટોક્સ કરવા માટે ગ્રીન ટી પણ પી શકાય છે. તેનાથી એક નહીં અનેક લાભ થાય છે. જેમ કે પાચનક્રિયા સુધરે છે, વજન ઉતરે છે અને સાથે જ ફેફસા પણ સ્વચ્છ થાય છે. આ અંગે એક સંશોધન પણ થયું હતું જેમાં જાણવા મળ્યું કે જે લોકો રોજ 2 કપ ગ્રીન ટી પીતા હતા તેમના ફેફસા ગ્રીન ટી ન પીનારાની સરખામણીમાં વધુ સારા હતા.

હવા, પ્રદૂષણની સાથે ખાવાપીવાની વસ્તુઓ પણ ફેફસાને અસર કરે છે. જ્યારે ફેફસાને સ્વસ્થ રાખવા હોય ત્યારે આહાર પણ એ પ્રકારનો લેવો જોઈએ. જેમકે દૈનિક આહારમાં હળદર, ચેરી, બ્રોકલી, અખરોટ, કઠોળ, લીલા શાકભાજી જેવી વસ્તુઓનું સેવન કરવાથી ફેફસા સાફ થાય છે. આ સિવાય જંક ફુડ ખાવાથી તો બચવું જ જોઈએ.

ફેફસાને ડીટોક્સ કરવા માટે રોજ એક ચમચી મધ લેવાથી પણ મદદ મળે છે. મધમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ફેફસાની બળતરા દુર કરે છે અને ફેફસાને ડીટોક્સ કરે છે. આ સિવાય રોજ શ્વાસ લેવાની કસરત કરવી પણ જરૂરી છે. શ્વાસ લેવાની કસરત કરવાથી ફેફસાની કાર્યક્ષમતાને સુધારી શકાય છે.

Leave a Comment