આપણી આસપાસ સરળતાથી મળી રહેતી ઘણી એવી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે દવા સમાન કામ કરે છે પરંતુ આપણે તેનાથી થતા લાભ વિશે જાણતા નથી હોતા એટલે તેનો લાભ પણ લઈ શકતા નથી. આ વનસ્પતિઓનો ઉપયોગ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને દવા લીધા વિના દુર કરી શકાય છે.
આજે તમને આવી જ એક આયુર્વિદક જડીબુટી વિશે જણાવીએ. આ વસ્તુ પણ તમે ઘણીવાર જોઈ હશે તમારા ઘરમાં આ છોડ હશે પણ ખરા પરંતુ તેનાથી થતા આ લાભ વિશે કદાચ જ તમે જાણ્યું હશે.
આ છોડ છે એલોવેરા. એલોવેરાનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરી શકાય છે, ખાસ કરીને ત્વચા અને વાળ માટે તો આ વસ્તુ વરદાન છે. વાળ અને ત્વચા સંબંધિત દરેક સમસ્યાને આ વસ્તુ દુર કરી શકે છે.
એલોવેરા હવે તો તમને સરળતાથી મળી રહે તેવી વનસ્પતિ થઈ ગઈ છે. લોકો તેને ઘરમાં પણ રાખતા હોય છે. તેના ઉપયોગથી પેટની બીમારીઓ દુર થાય છે. પેટની કેટલીક સમસ્યામાં તો એલોવેરા દવા કરતાં પણ વધારે સારી રીતે અસર કરે છે. આજે તમને જણાવીએ કે એલોવેરાનો જ્યુસ પીવાથી શરીરને કયા કયા લાભ થાય છે.
એલોવેરાના જ્યુસનું સેવન કરવાના લાભ વિશે તમે આજ સુધી જાણ્યું નહીં હોય. તો ચાલો આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.
સૌથી પહેલી વાત કે એલોવેરાના જ્યૂસમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પેટની સસમસ્યા દુર થાય છે. જેને વર્ષો જુની કબજિયાતની સમસ્યા હોય તે પણ એલોવેરાનું સેવન કરવાથી દુર થાય છે. પેટને સ્વસ્થ રાખવા માટે એલોવેરા જ્યૂસ સવારે ખાલી પેટ પીવું જોઈએ.
જે લોકોને વજન ઘટાડવું છે તેઓ પણ જો રોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવે તો તેનું વજન ઝડપથી ઘટે છે. તેનું સેવન કરવાથી હાડકા અને દાંત પણ મજબૂત રહે છે. તેમાં રહેલા તત્વ દાંત અને પેઢામાં થતા બેક્ટેરિયાને મારે છે. તેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દુર થાય છે.
એલોવેરામાં વિટામીન અને મિનરલ્સ ભરપુર પ્રમાણમાં હોય છે જે ત્વચા અને વાળની દરેક સમસ્યાને દુર કરે છે. તેનું સેવન કરવાથી હિમોગ્લોબીનની ઊણપ દુર થાય છે. તેમાં રહેલા એન્ટી ફંગલ ગુણ ત્વચાની સમસ્યાઓને મટાડે છે.
એલોવેરા જ્યૂસ બનાવવા માટે તેના પાનને લઈ પાણીથી સાફ કરવું ત્યારબાદ તેની સાઈડના કાંટા કાઢી તેની છાલ બરાબર ઉતારવી અને પછી વચ્ચેનો ગર કાઢી લેવો. તેમાં થોડું આદું, લીંબુ, મીઠું ઉમેરી બરાબર ક્રશ કરી લો. આ જ્યૂસ રોજ સવારે પી જવાનું છે.