ત્વચા પર ધાધર, ખરજવું થાય તે ખૂબ જ પીડાદાયક સમસ્યા હોય છે. આ સમસ્યા થાય પછી સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. ધાધર થયા પછી તેનો ચેપ ફેલાય પણ શકે છે.
વળી તેના કારણે કોઈ કામ પણ કરી શકાતું નથી કેમકે શરીરના તે ભાગ પર સતત ખંજવાળ આવે છે.ધાધર ત્વચાને ખરાબ કરી શકે છે. ધાધર ત્વચાની સ્વચ્છતાના અભાવના કારણે વધારે થાય છે.
જરૂરી સાર સંભાળ રાખવામાં ન આવે ત્યારે ધાધર, ખરજવું થાય છે. જો ધાધરનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તેના કારણે ગંભીર સમસ્યા થઈશકે છે. આ રોગ ચેપી હોય છે જે ધીરેધીરે ફેલાવા લાગે છે અને તેના કારણે તકલીફ પણ વધારે થાય છે.
આજે તમને ધાધર પર તુરંત અસર કરતી એક ઔષધિ વિશે જણાવીએ. આ ઔષધિથી ધાધર એક જ રાતમાં મટી જશે. તો ચાલો તમને જણાવીએ આ ચમત્કારી ઉપાય વિશે. ધાધરને તુરંત મટાડે છે.
આંકડાનો છોડ.આંકડાના છોડમાંથી નીકળતું દૂધ ધાધરની અકસીર દવા છે. તેના માટે આંકડાના છોડના પાંદડા તોડવાથી જે દૂધ નીકળે તેને એક વાટકીમાં એકઠું કરી લેવું. ધાધર માટે 8, 10 ટીપાં દૂધ પણ પુરતું હોય છે.
હવે આ દૂધ આંખમાં ન પડે અથવા તો હાથ આંખને ન અડે તે વાતની કાળજી ખાસ રાખવી. કારણ કે તેનાથી ત્વચાને જેટલો લાભ થાય છે આંખને એટલું જ નુકસાન થાય છે.હવે આંકડાના દૂધમાં એક ચમચી લીમડાનું તેલ ઉમેરવું.
હવે બંને વસ્તુઓને સરખી રીતે મિક્સ કરવી અને તેને ધાધર પર લગાવો. તેનો ઉપયોગ કરતાં પહેલા ત્વચાને ડેટોલ વડે સાફ કરી લેવી. ત્યારબાદ રુની મદદથી આ મિશ્રણ ધાધર પર લગાવો અને તેના પર હળવા હાથે મસાજ કરો.
આ મિશ્રણને ત્વચા પર 3 કલાક માટે રહેવા દેવું. આ ઉપાય કરવાથી એક જ રાતમાં તમને ધાધરમાં ફેરફાર જોવા મળશે એટલે કે ધાધર મટવા લાગશે. આ ઉપાય કરવાથી ધાધર અન્ય દવાની સરખામણીમાં ઝડપથી મટે છે.