કેળા બારેમાસ મળતું ફળ છે. અન્ય ફળની સરખામણીમાં તે સસ્તુ પણ મળે છે. આ ફળ સસ્તુ મળે છે તેનો અર્થ એ નથી કે તે લાભકારી નથી. કેળુ સસ્તુ છે પરંતુ તેના લાભ પણ અઢળક છે. તેમાંથી શરીરને વિટામિન, પ્રોટીન અને અન્ય પોષકતત્વો મળે છે.
કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ઈંસ્ટંટ એનર્જી મળે છે. કેળાથી વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ પણ મળે છે. કેળાને ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. એક કેળામાં 105 કેલેરી હોય છે.
જે લોકોને શરીરની નબળાઈની સમસ્યા હોય તેમણે એક કેળું ખાવું જોઈએ, શરીરમાં તુરંત ઊર્જાનો સંચાર થશે. કેળું ખાવાથી ગ્લુકોઝું સ્તર વધે છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. તે પચવામાં હળવા હોય છે અને સાથે જ મેટાબોલિઝમને સુધારે છે.
કેળું ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને સાથે જ તે પાચનક્રિયાને પણ સુધારે છે. બીમારીના કારણે શરીરમાં આવેલી નબળાઈ દુર કરવા માટે કેળા ઉત્તમ ઉપાય છે. દર્દીને દિવસમાં 2 કેળા ખવડાવાથી નબળાઈ દુર થાય છે.
કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઊણપ પણ રહેતી નથી. તેનું સેવન કરનાર વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા થતી નથી. કેળાનું સેવન કરવાથી એસિડીટીથી પણ મુક્તિ મળે છે.
કેળામાં ટ્રીપ્ટોફેન વધારે હોય છે જે પેટની સમસ્યાથી બચાવે છે. વારંવાર ચાંદા પડી જતા હોય તો કેળાનું સેવન કરવાનું શરુ કરી દો. તેનાથી અલ્સરની સમસ્યા મટે છે.
કેળાનું સેવન કરવાથી મૂડ પણ સારો રહે છે. જે લોકોની એકાગ્રતા ઓછી હોય તેમણે સારી ઊંઘ માટે કેળાનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે.
કેળાના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. તેમાં વિટામીન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે ચહેરા પર લગાવીને પણ કરી શકાય છે.
મહિલાને જો પ્રદર કે બહુમુત્રનો રોગ હોય તો કેળા, આમળાનો રસ, સાકર મિક્સ કરીને સ્ત્રીને પીવડાવવાથી તેને રાહત થાય છે. કેળામાં ગૌમૂત્ર મિક્સ કરી લેવાથી પેશાબની ગરમી મટે છે.
કેળાનું સેવન કરવાથી પુરુષોની સેક્સુઅલ એક્ટિવીટી વધે છે. તેમાં સેક્સુઅલ હોર્મોન વધારતા ગુણ હોય છે. તેનું સેવન કરવાથી સંભોગ સંબંધિત પુરુષોની સમસ્યા મટે છે. કેળાનું સેવન કરવાથી આંતરાડના જંતુઓનો નાશ થાય છે અને પેટના રોગ દુર થાય છે.
આમ નિયમિત માત્ર 2 કેળા પણ ખાવાનું રાખશો તો 50 વર્ષની ઉંમર પછી શરીરમાં જોવા મળતી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.