દોસ્તો ફુદીનાનો ઉપયોગ ભોજનમાં વિવિધ રીતે કરવામાં આવતો હોય છે. ઉનાળાની ઋતુમાં ફુદીના ની ચટણી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ સાથે, આયુર્વેદમાં ફુદીના નો ઉપયોગ સદીઓથી દવા તરીકે કરવામાં આવે છે.
ફુદીનાનો ઉપયોગ ટૂથપેસ્ટ, ચ્યુઇંગ ગમ, માઉથ ફ્રેશનર, કેન્ડી, ઇન્હેલર વગેરેમાં પણ થાય છે. આ સાથે આપણે ચહેરા માટે પણ તેનો ઘણો ઉપયોગ કરી શકીએ છીએ. ફુદીનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેમાં ચરબી અને કેલરી ખૂબ ઓછી માત્રામાં હોય છે.
ફુદીનામાં વિટામિન એ, વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વળી તેના પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને સાથે જ ત્વચા પણ ચમકદાર બને છે.
જે લોકો વજન ઘટાડવા માટે ઘણી કસરત કરી રહ્યા છે, તેમણે પણ ફુદીનાના પાનનું સેવન કરવું જોઈએ. કારણ કે, ફુદીનાનું સેવન પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જે ખોરાકમાંથી પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.
આ સાથે તેના સેવનથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ ફુદીનો અસરકારક છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જેના કારણે તેનો ઉપયોગ બોડી ક્લીન્સર, સાબુ અને ફેસ વોશમાં થાય છે.
તૈલીય ત્વચાથી પીડિત લોકો માટે ફુદીનાના પાન ખૂબ જ અસરકારક છે. જે ત્વચામાં જમા થયેલી ગંદકીને પણ દૂર કરે છે અને ત્વચાની ભેજ જાળવી રાખે છે.
ફુદીનાનો ઉપયોગ પાચનતંત્રને સુધારવા માટે થાય છે. તેના પાંદડામાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે પાચનતંત્રના યોગ્ય કાર્યમાં મદદ કરે છે. આ ચટણીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો અને કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.
ફુદીનામાં મળતા પોષક તત્વોની મદદથી આપણું નાક, ગળું અને ફેફસા સાફ થાય છે. આ સાથે જ તમામ હાનિકારક તત્વો પણ બહાર નીકળી જાય છે. તેમાં હાજર બળતરા વિરોધી ગુણો ખાંસી અને ગળાની બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.
મોઢાની વિવિધ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાનનું સેવન કરવું જોઈએ. ફુદીનાના તાજા પાન ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. કારણ કે તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. આ સાથે દાંત પર જામેલી ગંદકી પણ દૂર થાય છે.