આ ઉપાયથી તમામ રોગોની જડ કબજિયાત જડમૂળથી મટી જશે

દરેક રોગની શરૂઆત પેટથી થાય છે. પેટ ખરાબ થાય એટલે શરીરમાં એક પછી એક સમસ્યા થવા લાગે છે. જેનું પેટ નિયમિત સાફ આવતું હોય તે ઝડપથી કોઈ રોગ ન શિકાર બનતા નથી.

સવારે જ પેટ સાફ ન આવે તો આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે. સવારે પેટ સાફ આવી જાય તો શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જેને નિયમિત પેટ સાફ ન આવતું હોય તેમને કબજિયાતની તકલીફ હોય છે. કબજિયાત એવી સમસ્યા છે કે જેનાથી મોટાભાગના લોકો આજના સમયમાં પીડિત છે..

જોકે તેમ છતાં લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. જો તમે સમયસર કબજિયાત નો ઉપાય ન કરો તો તે ગંભીર રોગ નું સ્વરૂપ ધારણ કરી શકે છે. કબજિયાત થાય એટલે તેને તુરંત જ દૂર કરવાની તજવીજ હાથ ધરવી જોઈએ.

કબજિયાત થઈ હોય ત્યારે પેટમાં દુખાવો રહે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, શરીરમાં આળસ રહે છે. તેથી જ કબજિયાતનો સમયસર ઈલાજ કરવો જરૂરી છે. તેનાથી શરીર પણ નિરોગી રહે છે.

આજે તમને કબજિયાત દૂર કરતા સો ટકા અસરકારક ઈલાજ વિશે જણાવીએ. આ ઇલાજ કરવાથી કબજિયાતની સમસ્યા કાયમ માટે મટી જશે. જોકે આ ઈલાજ કરતી વખતે તમારે થોડી કાળજી રાખવાની છે. કાળજી રાખીને ઉપાય કરી લેશો તો પછી જીવનભર કબજિયાતની તકલીફ થશે નહીં.

જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે ભોજનમાં કે દૂધમાં જાયફળનું સેવન કરવું જોઈએ. જાયફળમાં એવા તત્વો હોય છે જે પેટના ખરાબ બેક્ટેરિયાને દૂર કરે છે. તેના કારણે કબજિયાત પણ ઝડપથી મટી જાય છે.

કબજિયાતની તકલીફ ને કાયમ માટે દૂર કરવી હોય તો આ ઉપાય કરવો.. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હરડે ઉમેરીને બરાબર હલાવો. આ પાણી જ્યારે હૂંફાળું હોય ત્યારે તેને પી જવું. આ ઉપાય થોડા દિવસ રોજ કરશો તો પેટ સાફ આવી જશે. તેને કરવાથી આંતરડા માં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે.

કબજિયાત મટાડવા માટેનો હવે સૌથી અસરકારક ઉપાય તમને જણાવીએ. આ ઉપાય કરવો તમને પણ ગમશે. આ ઉપાય કરવા માટે સંતરા ની જરૂર પડશે. રોજ રાત્રે સૂતા પહેલા એક કે બે સંતરા ખાઈ લેવાથી કબજિયાત મટી જાય છે. સંતરામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનશક્તિને સુધારે છે અને પેટના રોગ દૂર કરે છે.

જમ્યા પછી કોઈપણ મુખવાસ ખાવાને બદલે આમળા ખાવાની આદત પાડો. આમળા ખાવાથી ખોરાકનું પાચન બરાબર થાય છે અને કબજિયાત પણ મટે છે.

જે લોકોનું પેટ સવારે સાફ આવતું ન હોય તેમણે થોડા દિવસ આ પ્રયોગ કરવો. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં સિંધવ મીઠું, એક ચમચી લીંબુનો રસ ઉમેરીને પી જવું. થોડી જ મિનિટમાં પેટ સાફ આવી જશે.

વર્ષોથી કબજિયાતની તકલીફ હોય તેમણે દિવસ દરમિયાન નવશેકું ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ. નવશેકું પાણી પીવાથી આંતરડામાં જામેલો મળ નરમ પડી ને નીકળવા લાગે છે.

Leave a Comment