તમે પણ રોજ સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોય તો 5 મિનિટ વાંચી લેજો, નહિ તો…

ભારતમાં એવી કોઈ વ્યક્તિ ન હોય જેના દિવસની શરૂઆત ચા વિના થતી હોય. ફુદીનાવાળી હોય કે, મસાલાવાળી સવારે ચા જોઈએ એટલે જોઈએ. ચા ન મળે તો દિવસની શરૂઆત થતી નથી. એટલે જ તો કહેવત છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો.

જો સવારે ચા ન મળે તો આખો દિવસ સુસ્તી અને આળસમાં જાય છે. ઘણા લોકોને તો દૂધવાળી ચાનું જાણૅ વ્યસન જ હોય. જેમ સવારે ચા જરૂરી છે તેવી જ રીતે ચા સાથે નાસ્તો પણ જરૂરી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે સવારનો નાસ્તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ કેટલીક નાસ્તાની વસ્તુઓ એવી છે જેનું સેવન ચા સાથે કરવાથી નુકસાન થાય છે.

આજે તમને જણાવીએ કે ચા સાથે કઈ વસ્તુ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ વસ્તુઓ જો તમે ચા સાથે ખાશો તો શરીર ફુગ્ગાની જવું ફૂલી જશે એટલે કે તમારું વજન વધી જશે.

જો તમે પણ અત્યાર સુધી આ વસ્તુઓ ચા સાથે ખાતા હોય તો તુરંત જ આદત બદલી દેજો. કારણ કે આ વસ્તુઓ ચા સાથે ખાવાથી શરીર રોગનું ઘર બની જાય છે.

ચા સાથે ન ખાવી જોઈએ તેવી પહેલી વસ્તુ છે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ પ્રકારની વાનગી. આ વાત જાણીને મોટાભાગના લોકોને આંચકો લાગી જશે..

કારણ કે આપણે ત્યાં તો ગાંઠીયા સહિતના ફરસાણ લોકો ચા સાથે ભરપેટ ખાતા હોય છે. એટલે જ વજન પણ ઝડપથી વધી જાય છે.

ચા સાથે ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ઘણા બધા રોગ થાય છે ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ વધી જાય છે.

આ સિવાય ચા સાથે ઠંડી વસ્તુઓ પણ ખાવી જોઈએ નહીં. ચાની સાથે આઈસ ક્રીમ, જ્યુસ, કોલ્ડ્રીંક એવી વસ્તુઓ પીવાથી પેટના રોગ થાય છે. સાથે જ એવી વસ્તુઓ ચા સાથે નખાવી જે ફ્રીઝમાં રાખીને ઠંડી કરેલી હોય.

ચા પીતા હોય ત્યારે અથવા તો ચા પીધી હોય તે પછી કાચી વસ્તુઓનું સેવન પણ ન કરવું. કાચી વસ્તુઓ એટલે કે ફણગાવેલા કઠોળ ડ્રાય ફ્રુટ સલાડ વગેરે. ચા સાથે આવી વસ્તુઓ ખાવાથી એસિડિટી થાય છે.

જે વસ્તુમાં દહીં ઉમેરેલું હોય અથવા દહીથી બનાવેલી હોય તે વસ્તુને પણ ચા સાથે ખાવી જોઈએ નહીં. ચા સાથે દહીં પણ ખાવું જોઈએ નહીં.

દહીં સિવાય ઈંડા કે ઈંડામાંથી બનાવેલી વાનગીનું સેવન પણ ચાર સાથે કરવું નહીં. કારણ કે ચામાં ટેનિન તત્વ હોય છે અને ઇંડાના પ્રોટીન. આ બંને તત્વોનું સંયોજન પેટ પર વિપરીત અસર કરે છે.

Leave a Comment