ઘણા લોકોને પેટ અને કમરના ભાગે ચરબી ઝડપથી વધે છે. આ બંને ભાગ પર ચરબી જામી જાય એટલે ઝડપથી ઉતરતી નથી. પરંતુ આજે તમને આ બંને ભાગ પર જામેલી ચરબીને ઉતારવાનો જોરદાર ઈલાજ જણાવીએ. આ ઈલાજ 100 ટકા અસર કરે છે અને સાથે જ પેટની ચરબીને ફટાફટ ઉતારે છે.
પેટની ચરબીને ઝડપથી ઉતારવા માટે રોજ સવારે કાચુ લસણ ખાવાનું છે. કાચું લસણ ખાવાથી ઘણા લાભ થાય છે. રોજ સવારે ખાલી પેટ 2 કળી લસણ ગળી જવી અને પછી લીંબુ ઉમેરેલું પાણી પી જવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને પેટની ચરબી પણ ઉતરે છે.
આ સિવાય ઉનાળામાં મળતા તરબૂચ પણ વજન ઉતારે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેનું સેવન કરવાથી તેમાં રહેલા તત્વ શરીરમાંથી ટોક્સીનને બહાર કરે છે. વજન ઉતારવું હોય ત્યારે દિવસમાં 2 વખત તરબૂચનો જ્યુસ પીવો જોઈએ.
વજન ફટાફટ ઉતારવું હોય ત્યારે બદામનું સેવન પણ કરવું જરુરી છે. બદામમાં વિટામીન ઈ અને પ્રોટીન તેમજ ફાયબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી પેટની ચરબી ઝડપથી ઉતારવામાં મદદ મળે છે.
ગ્રીન ટીનું સેવન કરવાથી પણ પેટની ચરબી ઉતરે છે. તેના માટે સવારે ગ્રીન ટીમાં લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરવું. આ રીતે નિયમિત ગ્રીન ટી પીશો તો પણ તમારું વજન ઝડપથી ઉતરશે. સવારે બ્રશ પણ કર્યું ન હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે.
અનાનસ અને આદું શરીરનું મોટાબોલીઝમ સુધારે છે. તેનાથી ચરબી ઝડપથી ઉતરે છે. અનાનસમાં વિટામીન સી પણ વધારે હોય છે. તેના માટે મિક્સરમાં અનાનાસ અને આદુને પીસી લેવા. આ જ્યુસ રોજ પીવાથી વજન ઉતરે છે.
ખોરાકનું પાચન બરાબર થાય તે માટે રોજ એક ગ્લાસ પાણીમાં મેથી અને સુવા દાણાને પલાળી રાખવા. 30 મિનિટ પછી આ પાણીને ગાળીને પી જવું. આ પાણી રોજ રાત્રે જમ્યા પછી અને સુતા પહેલા પીવાનું છે. આ પાણી પીવાથી પેટમાં ગયેલો ખોરાક ઝડપથી પચી જાય છે અને પેટ પર જામેલા ચરબીના થર ઉતરે છે.
આ સિવાય જમ્યા પછી વળિયાળી ખાવાથી પણ ખોરાક પચવામાં મદદ મળે છે. તેનાથી પેટ પર ચરબી જામતી અટકે છે. વરીયાળીનું પાણી પણ પીવાથી લાભ થાય છે. તેનાથી ચયાપચયની પ્રક્રિયા સુધરે છે અને વજન થોડા જ સમયમાં ઘટવા લાગે છે.