મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે. જે લોકો કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરે છે તેમના ઉપર સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ સતત રહે છે.
એક તો તેઓ કલાકો સુધી બેસી રહે છે, બીજું સતત એસી ચાલતું હોય છે અને મોટાભાગે તેમને બહારનું ભોજન કરવું પડે છે.
આ સ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઝડપથી થઈ જાય છે. સાથે જ સ્ટ્રેસનું પ્રમાણ પણ વધારે હોવાથી લોકોને નાની ઉંમરમાં પણ હાર્ટ સંબંધિત સમસ્યાઓ થઇ જાય છે.
તમે અનેક વાર સાંભળ્યું હશે કે 40 થી પણ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવ્યો હોય. હાર્ટ એટેક ખૂબ જ ગંભીર અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હાર્ટ એટેકના કારણે વ્યક્તિના જીવન પર સતત જોખમ રહે છે.
જોકે હાર્ટ એટેક આવે જ નહીં તે માટે કેટલીક તકેદારી રાખી શકાય છે. જો તમારી ઈચ્છા હોય કે તમને ક્યારેય હાર્ટ અટેક આવે નહીં તો આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખો. હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં છ સંકેત જોવા મળે છે. જો તમે આ સંકેતોને સમજી જાઓ તો હાર્ટ એટેકનું જોખમ ટાળી શકાય છે.
1. રાત્રે પૂરતી ઊંઘ કર્યા પછી પણ સતત થાક લાગે. દિવસ આખો શરીરમાં નબળાઈ રહે. આ નબળાઈ અને થાક હાર્ટ એટેક આવ્યા પહેલાનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે જ્યારે ધમનીઓ બ્લોક થવા લાગે છે તો તે સંકોચાઇ જાય છે અને હૃદયને વધારે મહેનત પડે છે જેના કારણે શરીરને થાક અનુભવાય છે.
2. શરીરનું કોઈપણ અંગ અચાનક જ નબળું લાગે તો તુરંત જ સાવધાન થઈ જવું કારણ કે આ સમસ્યા હાર્ટ એટેક આવે તે પહેલા થતી હોય છે.
3. જ્યારે શરીરમાં સોજા આવે કે નસ બહાર દેખાવા લાગે તો સમજી જવું કે સતત થવાનો સમય છે.. કારણ કે જ્યારે હૃદયને તકલીફ થાય છે ત્યારે શરીરના અન્ય અંગો સુધી રક્ત પહોંચાડવામાં હૃદયને વધારે મહેનત થાય છે. જેના કારણે શરીરની નસો ફુલવા લાગે છે.
4. જો તમને સતત શરદી અને ઉધરસ રહેતા હોય તો પણ તમારે સાવધાન રહેવું જોઈએ. જ્યારે ફેફસામાં ઓક્સિજન પહોંચતું નથી ત્યારે સતત શરદી અને ઉધરસ રહે છે. સાથે જ થુંક પડજો ગુલાબી રંગ જેવું થઈ જાય તો તે હાર્ટ અટેક પહેલા નું લક્ષણ હોઈ શકે છે.
5. થોડા અંતરે ચલવાથી કે દાદરા ચડવાથી પણ શ્વાસ લેવામાં તકલીફ થાય તો આ વાતને ગંભીરતાથી લેજો. આવી રીતે શ્વાસ ચડવો હાર્ટ અટેક સંબંધિત હોઈ શકે છે.
6. શરીરમાં જ્યારે રક્ત પરિભ્રમણ બરાબર થતું ન હોય તો તે પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. સાથે જ શરીરમાં ઓક્સિજનની ખામી પણ સર્જાય છે અને મગજ સુધી લોહી અને ઓક્સીજનનો પહોંચતું બંધ થાય છે. તેના કારણે પણ હાર્ટ એટેક આવી જાય છે