ખજૂર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પરંતુ આ ખજૂરને જો તમે દૂધ સાથે ઉમેરીને લેવાનું શરુ કરશો તો તેનાથી ઘણી શારીરિક સમસ્યા દુર થઈ જાય છે. આજે તમને જણાવીએ ખજૂરને દૂધ સાથે ઉમેરીને લેવાથી થતા લાભ વિશે.
ખજૂરને દૂધ સાથે પીવાથી શરીરની ઊર્જા અને શક્તિ વધે છે. તેનાથી ત્વચા સુંદર થાય છે. આ બંને વસ્તુનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનાથી શારીરિક બીમારીઓ દુર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
ખજૂર અને દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, વિટામીન કે જેવા તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. આ બંને વસ્તુઓનું સાથે સેવન કરવાથી આ તત્વો પણ શરીરને મળે છે.
ખજૂર ફાયબરનો ખજાનો છે. દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી પાચન સુધરે છે. પાચન સુધરશે તો ખાધેલો ખોરાક સારી રીતે પચે છે. તેનાથી પાચનતંત્રની બીમારીઓ પણ દુર થાય છે.
શરીરમાં રક્તની ઊણપ હોય તો દૂધમાં ખજૂર ઉમેરીને પીવાનું શરુ કરો. શરીરમાં આયર્નની ઊણપના કારણે એનિમિયા થાય છે. ખજૂરમાં ભરપુર પ્રમાણમાં આયર્ન હોય છે. તેનું સેવન કરવાથી આયર્નની ઊણપ દુર થાય છે અને એનિમિયા પણ દુર થાય છે.
ખજૂર અને દૂધના મિશ્રણમાં કેલ્શિયમ પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જે શરીરના હાડકા અને દાંતને મજબૂત કરે છે. ખજૂર અને દૂધનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં હાડકાની સમસ્યા થતા અટકાવી શકાય છે. તેના કારણે ફ્રેકચર થવાનું જોખમ પણ ઓછું થાય છે. હાડકાને મજબૂત રાખવા માટે ખજૂર અને દૂધને નિયમિત પીવું જોઈએ.
ખજૂર અને દૂધના મિશ્રણથી શારીરિક નબળાઈ દુર થાય છે. આ સિવાય ખજૂરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ પણ હોય છે જે શરીરને એનર્જી આપે છે.
ખજૂરને દૂધમાં ઉમેરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખજૂરમાં દૂધ ઉમેરીને પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી તેથી હાર્ટ પણ હેલ્ધી રહે છે. એક સંશોધન અનુસાર હાર્ટ નબળું હોય તો નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ.
ખજૂર અને દૂધમાં જે પોષકતત્વો હોય છે તે માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે. ખજૂરમાં વિટામીન બી6 હોય છે જે મગજને તેજ બનાવે છે અને યાદશક્તિ સુધારે છે.
ખજૂરને દૂધ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કારણ કે તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેના કારણે ભૂખ કંટ્રોલમાં રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે.
ખજૂર અને દૂધ નિયમિત લેવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. જો કે કોઈ વ્યક્તિને દૂધ કે ખજૂરની એલર્જી પણ હોય છે. તો આવા લોકોએ ખજૂર અને દૂધ લેવાનું ટાળવું.