દારુની લત જેને લાગી જાય છે તેને શારીરિક અને માનસિક બંને સમસ્યાનો સામનો કરવો પડે છે. દારુ એક પ્રકારનું માદક દ્રવ્ય છે જેને પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. દારુનું સેવન કરવાથી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય જાય છે અને તેની અસર પરિવારને પણ થાય છે.
દારુની આદત જેને પડી ગઈ હોય તે દારુ પીધા વિના રહી શકતા નથી અને તેના કારણે આ આદતથી છુટવું મુશ્કેલ લાગે છે. આજે તમને દારુની આદતને 10 જ દિવસમાં છોડાવી દે તેવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ.
દારુ પીવાથી શારીરિક સ્વાસ્થ્ય જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે. દારુ પીવાથી વ્યક્તિ વ્યસની બની જાય છે.
તેના કારણે વ્યક્તિનો પોતાના શરીર પર પણ કાબુ રહેતો નથી. દારુનો નશો વધી જાય તો વ્યક્તિ લડાઈ ઝઘડા પર આવી જાય છે અને તે શું કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી.
દારુનું સેવન કરવાથી લીવર ખરાબ થાય છે, જાતીય સમસ્યા થાય છે, હાર્ટને નુકસાન થાય છે અને સતત હતાશા અને નબળાઈ રહે છે. તેનાથી ડાયાબીટીસમાં પણ વધારો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. દારુની આદતના કારણે વ્યક્તિને કેન્સર જેવો રોગ પણ થઈ શકે છે.
દારુનો નશો જો વધી ગયો હોય તો તેને ઉતારવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે એક કે બે ગ્લાસ લીંબુ પાણી પીવાથી દારુનો નશો ઝડપથી ઉતરી જાય છે. નાળિયેરનું પાણી પીવાથી પણ દારુનો નશો ઉતરે છે. આ સિવાય ખાટું દહીં ખવડાવવાથી પણ દારુનો નશો ઉતરે છે.
દારુના વ્યસનથી મુક્તિ મેળવવાના ઉપાયો
1. દારુનું વ્યસન છોડવામાં એક્યુપંચર મદદરૂપ થઈ શકે છે. એક્યુપંચરથી દારુનું વ્યસન દુર થાય છે. તેનાથી તણાવ અને ડિપ્રેશન પણ મટે છે.
2. દારુની લત છોડવી હોય તો નિયમિત યોગ કરવા જોઈએ. યોગ કરવાથી પણ દારુનું વ્યસન છુટે છે. કસરત કરવાથી વ્યસન માટે તલબ લાગતી નથી. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
3. દારુની લતથી મુક્તિ મેળવવા માટે ફુદીનો પણ ઉપયોગી છે. તેના માટે રોજ ફુદીનાના 5 પાન પાણીમાં ઉકાળી પી જવું. તેનાથી નશા માટેની લત ઓછી થાય છે.
4. ડેંડિલિઅનના મૂળને પાણીમાં 10 મિનિટ ઉકાળી અને તેને પીવાથી પણ દારુ છોડવામાં મદદ મળે છે.
5. દારુનું વ્યસન છોડવામાં કારેલા પણ ઉપયોગી છે. નિયમિત રીતે કારેલાનો રસ પીવડાવવાથી દારુનું વ્યસન છુટી જાય છે.
6. અજમો પણ દારુનું વ્યસન છોડાવી શકે છે. અજમાનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. તેનાથી દારુ પીવાની ઈચ્છા પણ ઘટે છે.