રોજ સવારે એક ચમચી લઈ લેશો તો પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

દૂધમાંથી બનતી અલગ અલગ વસ્તુઓમાં ઘી સૌથી શક્તિશાળી છે. તેમાં વિટામીન એ, વિટામીન ઈ અને વિટામિન કે પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ રોજ સવારે એક ચમચી ઘી લેવાથી શરીરને કેટલા લાભ થાય છે.

એક રિચર્ચમાં સામે આવ્યું છે કે ઘીમાં એવા ગુણ હોય છે જે કેન્સરની અસરને ઓછી કરે છે. તે શરીરમાં કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવે છે. આ સિવાય પણ ઘીનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે.

જેમકે સગર્ભા સ્ત્રીઓ માટે ઘીનું સેવન ફાયદાકારક છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો ગર્ભસ્થ બાળક અને મહિલા બંને માટે ફાયદાકારક હોય છે.

બાફેલા ચોખા, દહી અને ઘી ઉમેરીને ખાવાથી બાળકનું હૃદય મજબૂત થાય છે. બાળકના મગજનો વિકાસ સારી રીતે થાય તે માટે મહિલાએ છઠ્ઠા મહિનાથી ગાયનું શુદ્ધ ઘી ચોખા સાથે લેવું જોઈએ.

આંખના તેજને પણ ઘી વધારે છે. તેમાં ઘણા બધા વિટામિન હોય છે. જે આંખની શક્તિ અને તેજ વધારે છે. જો કોઈની દ્રષ્ટિ નબળી પડી ગઈ હોય તો ઘીનું સેવન કરવું જોઈએ. તેનાથી આંખનું તેજ વધે છે.

ઘીમાં એવા ગુણ હોય છે જે મગજની યાદશક્તિ વધારે છે. ઘીનું સેવન કરવાથી મગજને ટોનિક લીધા જેવો ફાયદો થાય છે. તેનાથી મગજ સ્વસ્થ રહે છે.

ઘીનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે. તેનું સેવન કરવાથી શરીર ફીટ રહે છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં ફેટી એસિડ હોય છે જે વધતા વજનને અટકાવે છે. તેનાથી વધેલી ચરબી ઘટે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ દહીં લાભકારી છે. ઘીમાં રહેલું લિનોલેનિક એસિડ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. ઘીનું સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

ઘીનું સેવન કરવું ત્વચા માટે પણ લાભકારી છે. ઘીમાં એવા ગુણ હોય છે જે ત્વચાની શુષ્કતા, સોજો, ખંજવાળ અને એલર્જીને દુર કરે છે. તેનું સેવન કરવાથી ત્વચાના રોજ મટી જાય છે. નાભિમાં ઘી લગાવવાથી હોઠની શુષ્કતા દુર થાય છે.

ઘીનું સેવન રોજ 10થી 15 ગ્રામની માત્રામાં કરી શકાય છે. આટલી માત્રામાં ઘી શરીરને નુકસાન કરતું નથી. વધારે પડતું ઘીનું સેવન કરવાથી બચવું જોઈએ. તેનાથી વધુ ઘીનું સેવન કરવાથી અપચો, ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. તે આપણા શરીર માટે હાનિકારક છે.

આ સિવાય ઘી અને મધનું સેવન પણ એકસાથે કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થાય છે.

Leave a Comment