આ વસ્તુ ખાવાથી પેટ અને આંતરડાનો વર્ષો જૂનો કચરો ચપટીમાં બહાર નીકળી જશે

મિત્રો દાડમના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સામાન્ય રીતે લોકો સફરજન, કેળા, સંતરા જેવા ફળનું સેવન વધારે કરે છે. પરંતુ દાડમના દાણા પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે.

ફક્ત દાડમના દાણા જ નહીં પરંતુ તેની છાલ, કળીઓ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ફળ એવું છે જે તમે દરેક ઋતુમાં ખાઈ શકો છો અને તે સરળતાથી મળી પણ રહે છે. તેના ઔષધીય ગુણ ની વાત કરીએ તો તેમાં પ્રોટીન, ખનિજ, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે.

દાડમના દાણા માં વિટામિન એ, સી અને ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા પર થતી કરચલીઓને દૂર કરે છે. તેનાથી ચહેરા પર નિખાર આવે છે. તેનું સેવન કરવાથી ત્વચા પર વૃદ્ધત્વની અસર દેખાતી નથી.

તેનું સેવન કરવાથી હ્રદય ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે કારણ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી રક્તવાહિનીઓમાં જમા થતું બેડ કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટી જાય છે.

તેનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે અને પેટની તમામ તકલીફો મટી જાય છે. દાડમના દાણા પિત્તનાશક, કૃમિનો નાશ કરનાર અને ફેફસાંને લગતી બીમારીને દૂર કરે છે. તેનું સેવન કરવાથી લિવરના રોગોથી પણ બચી શકાય છે.

દાડમના દાણાનો રસ પીવાથી કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે. ખાસ કરીને પ્રોસ્ટેટનું કેન્સર નાબૂદ કરવા માટે દાડમના દાણા ઉપયોગી છે. ઉધરસ કફ માટે પણ દાડમના દાણા ઉપયોગી છે.

લોહી પડતા હરસ-મસામાં પણ દાડમના દાણાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. તેના માટે દાડમના દાણા માં મરી પાઉડર ઉમેરીને તેને ખાવા જોઈએ.

મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય અથવા તો વારંવાર મૂત્ર કરવા જવું પડતું હોય, સતત ખંજવાળ આવતી હોય ત્યારે પણ દાડમના દાણાનો ઉપયોગ કરવો જોઈએ.

દાડમના દાણા ખાવાથી લોહતત્વમાં વધારો થાય છે અને શરીરમાંથી રક્તની ઊણપ દૂર થાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનક્રિયાને સરળ બનાવે છે અને પાચનતંત્રની તમામ સમસ્યાને દૂર કરે છે.

તેનું સેવન કરવાથી હેપીટાઈટીસ સી જેવા ઇન્ફેક્શનથી બચી શકાય છે. જો કોઈને ભૂખ લાગતી ન હોય અને અરુચિ રહેતી હોય તો દાડમનાં દાણા ખાવા જોઈએ. દાડમના દાણા ખાવાથી મગજ તેજ થાય છે અને અલ્ઝાઇમર જેવી બીમારી પણ દૂર થાય છે.

Leave a Comment