તમને પણ હાથ અને પગ દુખતા હોય તો 2 મિનિટ આ માહિતી વાંચી લેજો

મિત્રો શરીરની તંદુરસ્તી જાળવવી હોય તો શરીરના બધા જ અંગો બરાબર હોય તે જરુરી છે. ખાસ કરીને આપણા હાડકા મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે. કારણકે આપણા શરીરનો બધો જ આધાર આપણા હાડકા ઉપર હોય છે.

આપણું શરીર ટટ્ટાર છે અને હલનચલન કરી શકે છે તેનું કારણ હાડકા છે. હાડકામાં તકલીફ થાય તો હોસ્પિટલ ભેગું થવું પડે છે. આ વાતથી કોઈ અજાણ નથી.

વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં પણ લોકોને હાડકાના દુખાવા થઈ જાય છે. લોકોને હાથ-પગ, કમર સતત દુખાવો રહે છે. વળી પડવા-વાગવાથી ફેક્ચર ની સંભાવના પણ વધી જાય છે.

આવું થવાનું કારણ હોય છે નબળા પડતા હાડકા. જો દૈનિક આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે જે હાડકાંને મજબૂત કરે તો હાડકાં અને મોટી ઉંમરે પણ તેને ખરાબ થતાં અટકાવી શકાય છે.

હાડકાને મજબૂત રાખવા હોય તો ભોજનમાં વિટામિન પ્રોટીન થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સાથે જ કેટલીક વસ્તુઓ છે જેનાથી દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી હાડકાં નબળા અને પોલા પડી જાય છે. આજે તમને જણાવીએ કે જો હાડકાં મજબૂત રાખવા હોય તો તમારે કેટલી વસ્તુઓ થી દૂર રહેવું જરૂરી છે.

દારૂ – દારૂનું સેવન કરવાથી શરીરમાં વિટામિન કે અને ડી ની ખામી સર્જાય છે. જેના પરિણામે હાડકાં પોલા અને નબળા થવા લાગે છે.

નમકીન ખાદ્ય સામગ્રી – અલગ અલગ પ્રકારની વેફર્સમાં અને નમકીન ખાદ્ય સામગ્રીમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ થાય છે. જેના કારણે શરીરમાંથી કેલ્શિયમનો યુરિન વાટે બહાર નીકળી જાય છે અને પરિણામે હાડકાં નબળા પડી જાય છે.

ઠંડા પીણા – ઠંડા પીણા જેમકે સોડા, ફેન્ટા, કોકાકોલા જેવા દરેક પ્રકારના પીણામાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. આ પીવાનું ચલણ દિવસેને દિવસે વધતું જાય છે. જેના કારણે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે.

કોફી – કોફીમાં કેફિનનું તત્વ હોય છે જે હાડકાની ઘનતા ઘટે છે. વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી હાડકા નબળા પડી જાય છે અને ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારીનું જોખમ પણ વધે છે.

માંસાહાર – નોનવેજ ફૂડ માં પણ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ સલ્ફેટ પણ વધુ જોવા મળે છે. જેના કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાઇ શકે છે અને હાડકા નબળા પડે છે.

વિટામિન એના સપ્લિમેન્ટ – વિટામીન એ કુદરતી ખોરાક માંથી મેળવી શકાય છે. પરંતુ જો તમે તેના સપ્લિમેન્ટ લેતા હોય તો તેના કારણે શરીરમાંથી કેલ્શિયમનો ઘટી શકે છે અને હાડકાં નબળાં પડે છે.

ચોકલેટ – વધારે પ્રમાણમાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં સુગરનું પ્રમાણ વધે છે જે કેલ્શિયમનું શોષણ વધારે છે જેના કારણે હાડકાં નબળા પડી જાય છે.

ફાસ્ટ ફૂડ – પાસ્તા, મેગી, નૂડલ્સ, બર્ગર અને પેકિંગ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે અને હાડકાને નબળા પડે છે.

Leave a Comment