ડુંટી માં ફકત 2 ટીપાં પડી દેશો તો સાંધા અને આખા શરીરના દુખાવા ગાયબ

વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય જ છે. બીમારી નાની હોય કે મોટી શરીરમાં કોઈપણ સમસ્યા ની ફરિયાદ દરેક વ્યક્તિને હોય છે. ત્વચાને લગતી સમસ્યા, પેટને લગતી બીમારી જેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો દરેક વ્યક્તિને હેરાન પરેશાન કરી મૂકે છે.

આ પ્રકારની કોઈપણ બીમારીને દુર કરવા માટે ઘર બેઠા તમે કેટલાક ઘરેલુ ઇલાજ કરી શકો છો. આ ઈલાજ કરીને તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના સરળતાથી બીમારીને ઘટાડી શકો છો. આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ.

નાભિ આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે. શરીરમાં જતી દરેક ચેતા નાભિ સાથે જોડાયેલી છે. નાભિ જ બધા અંગો નું નિયમન કરે છે. તેવામાં નાભિમાં જો તેલ લગાડવામાં આવે તો શરીરની ત્વચાને લગતી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

નાભીમાં તમે કોઈપણ પ્રકારનું તેલ લગાવી શકો છો. જેમકે સરસવનું તેલ, નાળિયેરનું તેલ, બદામનું તેલ વગેરે. નાભિ માં તેલ લગાડવાથી જબરદસ્ત ફાયદા જોવા મળે છે. તો ચાલો તમને જણાવીએ નાભિ માં કયું તેલ લગાડવાથી કેવો લાભ થાય છે.

શરીરમાં થતાં સાંધાના દુખાવા સહિતના દુખાવાની મટાડવા હોય તો નાભીમાં રાઇનું તેલ લગાડવું. નિયમિત રીતે નાભીમાં રાઇનું તેલ લગાડવાથી સાંધાના દુખાવા, કાનના દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે. જો તમારા હોઠ ની ચામડી વારંવાર ફાટી જતી હોય તો નાભીમાં રાઇનું તેલ લગાડવું. તેનાથી આંખની બળતરા અને ત્વચાની ખંજવાળ પણ દૂર થાય છે.

શરીરના કોઇપણ અંગમાં સોજો આવ્યો હોય ત્યારે પણ રાયનું તેલ ફાયદાકારક છે. રાઇના તેલથી પાચન ક્રિયા અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.

મહિલાઓને નડતી ખીલ અને મસાની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે લીમડાના તેલનો ઉપયોગ કરવો. તેને લગાડવાથી ચહેરા પર રોનક આવે છે, મસા દૂર થાય છે અને ત્વચાની સુંદરતા વધે છે.

ઠંડીની શરૂઆત થાય એટલે શરીરની ત્વચા સુકાવા લાગે છે ફાટી જાય છે. તેવામાં નાભિમાં બે ટીપાં નાળિયેરનું તેલ લગાવવું. તેનાથી ત્વચા ફાટતી નથી અને મુલાયમ રહે છે. પ્રજનન તંત્ર ની નસો પણ નાભી સાથે જોડાયેલી હોય છે. નાભિ માં તેલ લગાડવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

મહિલાઓ નાળિયેર તેલ નાભિમાં લગાવે તો ગર્ભધારણની ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી કબજિયાત, અપચો જેવી તકલીફો પણ દૂર થાય છે.

જો તમારી ત્વચાને સુંદર બનાવી હોય તો નાભીમાં બદામનું તેલ લગાડો. બદામનું તેલ લગાડવાની શરૂઆત કરશો એટલે થોડાક જ દિવસમાં તમારી ત્વચા પર તમને તેજ દેખાશે.

ત્વચા પરના સફેદ દાગ થી છુટકારો મેળવવા માટે રાત્રે સુતા પહેલા નાભીમાં લીંબુનું તેલ લગાડવું.

Leave a Comment