મિત્રો વર્તમાન સમયમાં જીવનશૈલીના કારણે લોકો કામકાજમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી શકતા નથી.
આજના સમયમાં ખાણીપીણી પણ એવી થઈ ગઈ છે કે તેના કારણે શરીરમાં ઘણા રોગો થઈ જાય છે. આવો જ રોગ છે પથરી. ક્ષારવાળું પાણી પીવાના કારણે પથરી થાય છે.
આ સિવાય ઓછું પાણી પીવાથી પણ આ તકલીફ થઈ જાય છે. પથરીનો દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. તેથી જ જ્યારે પથરીની સમસ્યા થાય તો લોકો ઓપરેશન કરાવવાની તૈયારી પણ કરી રહી છે. કારણ કે આ પીડા ખૂબ જ ભયંકર હોય છે.
પરંતુ પથરીને દૂર કરવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપચાર ની મદદ લઈ શકો છો. આ ઉપચાર કરવાથી ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી કારણ કે ઘર બેઠા જ પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આજે તમને જણાવીએ એવા આયુર્વેદિક ઉપાયો વિશે જેને કરીને તમે પથરીથી મુક્તિ મેળવી શકો છો.
પથરીને દૂર કરવા માટે લીંબુનો રસ ખૂબ જ લાભકારી છે. પથરીની તકલીફ હોય તેમણે લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા ધીરે ધીરે પીવું. આ ઉપાય નિયમિત કરવાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ સિવાય પથરીના દર્દીએ લીંબુ શરબત પણ દિવસ દરમિયાન પીવું જોઈએ.
દેશી ગાયના દૂધમાંથી બનેલી છાશ માં સિંધવ મીઠું ઉમેરીને રોજ સવારે ખાલી પેટ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ ઉપાય સતત 200 દિવસ સુધી કરવો જરૂરી છે. જોકે પથરીના દર્દીએ નિયમિત ભોજનમાં કોઈપણ છાશ પીવાનું રાખવું જોઇએ.
ગોખરુના કાંટામાંથી બનેલું ચૂર્ણ મધ ઉમેરીને રોજ ચાટવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે.
નારિયેળ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને રોજ સવારે ખાલી પેટે પીવાથી પથરી મટે છે. કારેલાનો રસ કાઢીને તેને છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
50 ગ્રામ કળથીને રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે તેને બરાબર હાથથી મસળી લો અને આ પાણીને ગાળીને પી જવું. તેને કરવાથી પથરી મટી જાય છે.
કળથીનો સૂપ બનાવીને તેમાં એક ચપટી સૂરોખાર ઉમેરીને પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે અને પથરીની પીડામાંથી પણ મુક્તિ મળે છે. મહેંદીના પાનનો ઉકાળો બનાવીને રોજ પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.