બદલાતા વાતાવરણનો વાયરલ તાવ પણ આ ઉપાયથી મટી જશે

 

ગુગળ એવી વસ્તુ છે જેને લોકો પૂજા પાઠમાં વાપરતા હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ધૂપ કરવામાં થાય છે. ગુગળ જંગલમાંથી મળે છે. હકીકતમાં તે એક સુગંધી વનસ્પતિનો ગુંદર હોય છે.

શુદ્ધ ગુગળની કિંમત ખૂબ જ વધારે હોય છે. બજારમાં ભેળસેળ યુક્ત ગુગળ મળે તેવી પણ શક્યતા હોય છે. તેથી તેની ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું.

ગુગળ શુદ્ધ છે કે નહીં તે જાણવા ના બે રસ્તા છે. શુદ્ધ ગુગળ અગ્નિમાં બળી જાય છે અને ગરમ પાણીમાં તરત જ ઓગળી જાય છે.

ગુગળનો ઉપયોગ કરીને કેટલાક રોગને પણ મટાડી શકાય છે. ગુગળ ના ઝાડ સૌરાષ્ટ્ર-કચ્છ અને મારવાડના સૂકા પ્રદેશમાં સૌથી વધુ જોવા મળે છે.

આ ઝાડના થડમાં ચીરો કરવાથી જે રસ નીકળે તેને ગુગળ કહેવાય છે. તેમાં થતા ફળ પણ ખુશ્બુદાર હોય છે. તેને મોઢામાં રાખવાથી મોઢું ચોખ્ખું થાય છે અને સુગંધિત રહે છે.

ગુગળ સ્વાદમાં કડવો હોય છે પરંતુ તે અનેક રોગોને મટાડનાર છે. તેનાથી વાયુના રોગ, ભગંદર જેવી સમસ્યા, તૂટેલા હાડકા, વધારે વજન, પિત્ત, કફ જેવી સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ ગુગળ થી થતા લાભ અને તેના ઉપાયો વિશે.

ઘરમાં નિયમિત ગૂગળનો ધૂપ કરવાથી હવે ચોખ્ખી રહે છે અને જીવજંતુઓ મરી જાય છે.

ત્રિફળા ગુગળની બે-બે ગોળી સવારે અને સાંજે લેવાથી ભગંદર, નાસુર, રક્તવિકાર અને મેદ ઘટે છે.

કાંચનાર ગુગળની બે બે ગોળી સવારે અને સાંજે લેવાથી ગળાની કંઠ માળાની ગાંઠ ઓગળી જાય છે.

મેદોહર ગૂગળ અથવા ત્રિફળા ગુગળની ગોળી નો ભૂકો સવારે અને સાંજે લેવાથી મેદ ઘટે છે.

સાંધાના દુખાવાને દૂર કરવા માટે મહાયોગરાજ ગુગળ, મેદોહર ત્રિફળા ગુગળ અને કિશોર ગુગળ લેવો.

બદલતા વાતાવરણના કારણે થતાં વાયરલ અને ચેપી રોગોથી બચવા માટે સવારે અને સાંજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવો. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને વાયરલ રોગોથી પણ બચી શકાશે.

આ સિવાય લીલા ગુગળ ને ગરમ પાણીમાં ઓગળી ત્રણ વખત લેવાથી ચરબીના કારણે થયેલી ગાંઠ મટી જાય છે.

Leave a Comment