પાણી સાથે લઈ લો આ વસ્તુ, શરીરની લોહીની ઉણપ થઈ જશે દૂર

દોસ્તો આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટાભાગના લોકોને ઘણી બધી શરીર સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. વળી આજના આધુનિક સમયમાં બહારના ભોજનને કારણે લોકોને જરૂરિયાત ધરાવતા પોષક તત્વો પણ મળી રહેતા નથી, જેના લીધે તેઓના શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ પેદા થાય છે.

જોકે એક અહેવાલ અનુસાર શરીરમાં પોષક તત્વોના અભાવના કારણે જો કોઈ બીમારી સૌથી વધારે લોકોને હેરાન કરતી હોય છે તો તે બીમારી એનિમિયા છે. એનિમિયા એટલે આપણા શરીરમાં લોહીની ઉણપ થવી.

હકીકતમાં જ્યારે આપણા શરીરમાં યોગ્ય પ્રમાણમાં હીમોગ્લોબિનનો સ્ત્રાવ થતો નથી ત્યારે શરીરમાં લોહીની ઉણપ અનુભવાય છે. જેને એનિમિયાની બીમારી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં એનિમિયાની સમસ્યા થાય છે ત્યારે શરીર એકદમ નબળાઈ અનુભવે છે અને ત્વચા પણ એકદમ નિરસ બની જાય છે.

વળી જ્યારે તમે થોડું કામ કરો છો ત્યારે પણ તમને અચાનક દુખાવો અને થાક અનુભવવવા લાગે છે. વળી ઘણા લોકોને તો હિમોગ્લોબીનની ખામીને કારણે માથાનો દુખાવો પણ હેરાન કરતો હોય છે.

જો તમને પણ ઉપરોક્ત જણાવેલ અલગ અલગ પ્રકારના સંકેતો દેખાવા મળે છે તો તમારે સમજી જવું જોઈએ કે આપણા શરીરમાં લોહીની કમી ઉદ્ભવી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ શરીરમાં લોહીની કમીને કારણે પરેશાન થઇ રહ્યા છો તો તમારે એક ઉપાય કરવો જોઈએ.

આ ઉપાય કરતાની સાથે જ તમારા શરીરમાં સ્ફૂર્તિ આવી જશે અને શરીરમાં યોગ્ય પ્રમાણમાં હીમોગ્લોબિનનો સ્ત્રાવ પણ થવા લાગશે. જેના લીધે એનીમીયા ની કમી કાયમ માટે દૂર થઈ જશે. સામાન્ય રીતે અંજીરનો ઉપયોગ એક ડ્રાય ફુટ તરીકે કરવામાં આવતો હોય છે. આમ તો દરેક પ્રકારના ડ્રાય ફુટ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે પરંતુ અંજીર એક એવી વસ્તુ છે, જે આપણા શરીરમાં લોહીની ઊણપને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

જે એનિમિયાની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરી શકે છે. આ ઉપાય કરવા માટે તમારે રાત્રે એક કપ પાણીમાં અંજીરને પલાળી દેવા જોઈએ અને સવારે ઉઠી ને ખાઈ લેવા જોઈએ. ત્યારબાદ બાકી બધું પાણી પી લેવું જોઈએ.

જો તમે 10 થી 15 દિવસ સુધી આ સતત ઉપાય કરશો તો તમારા શરીરમાં ધીમે ધીમે લોહીની કમી દૂર થઈ જશે અને હિમોગ્લોબીનનું પ્રમાણ વધવા લાગશે. જો તમે કોઈ કારણસર અંજીરનું સેવન કરી શકતા નથી તો તમે યોગ્ય પ્રમાણમાં બીટ નો ઉપયોગ કરીને પણ શરીરમાં લોહીની કમીને દૂર કરી શકો છો.

જો તમે બીટના રસમાં 1 લીંબુ ઉમેરીને રોજ સવારે પીવાનું શરૂ કરી દો છો તો તમારા શરીરમાં લોહીની ઉણપ થતી નથી અને તેની અસર તમારી ત્વચા ઉપર પણ જોવા મળે છે. જેથી કરીને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.

Leave a Comment