દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માગે છે. કારણકે આજે મોટાભાગના લોકો આકર્ષક અને સુંદર લોકોની તરફ આકર્ષિત થતા હોય છે. જેથી કરીને લોકો સુંદર દેખાવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાયો અને ટ્રીટમેન્ટ કરતા રહેતા હોય છે.
જોકે ઘણા લોકો એવા હોય છે કે જેઓ પૈસાના અભાવના કારણે આ બધી વસ્તુઓ કરી શકતા નથી અને તેમની ત્વચા સંબંધી સમસ્યાઓ ઘણા પ્રયાસો પછી પણ દૂર થઇ શકતી નથી.
કારણ કે મોટા ભાગની ત્વચા સંબંધી સમસ્યાઓ એવી હોય છે કે જે એક વખત થઈ જાય તો તેને દૂર થતાં ખૂબ જ સમય લાગે છે. વળી ઘણા લોકો તો દવા કર્યા પછી પણ કંટાળી જતા હોય છે અને ત્વચાની સમસ્યા દૂર થવાનું નામ લેતી નથી.
જોકે આ બધી હઠીલી ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવાના કેટલાક અસરકારક ઉપાયો વિશે આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય યોગ્ય રીતે અમલમાં મૂકો છો તો તમને ત્વચા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.
જો તમારી ત્વચા ઉપર ખરજવાની અથવા ધાધર ની સમસ્યા થઈ રહી હોય તો તમે લસણનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે લસણ નો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે.
પરંતુ તમે ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે લસણ નો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે લસણની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દો છો ત્યારે તમારે ધાધર અને ખરજવા ની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ જાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજા અને પાકેલા ટામેટા પણ ત્વચાની સમસ્યા દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે. આ માટે તમારે સૌથી પહેલા તાજા ટામેટા ટામેટા ની પીસી લેવા જોઇએ અને તેમાં થોડુંક નાળિયેર ઉમેરી તેને ધાધર અથવા અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવું જોઈએ. ત્યાર બાદ તમારે તે ત્વચાને અડધા કલાક પછી ઠંડા પાણીથી સાફ કરી દેવી જોઈએ. જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરો છો તમને અવશ્ય ફરક દેખાવા મળે છે.
વળી નીલગીરી માં એન્ટી તત્વ મળી આવે છે, જે ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. આ જ ક્રમમાં તે તમારી ત્વચા પરની ધાધર અને ખરજવા ની સમસ્યાને પણ દૂર કરી શકે છે. આ માટે તમારે નારિયેળના તેલમાં નીલગીરી મિક્સ કરીને તેને એક અઠવાડિયા સુધી અસરગ્રસ્ત જગ્યાએ પેસ્ટ સ્વરૂપે લગાવવાની શરૂ કરી દેવી જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ યુરીન પણ ચર્મ રોગને દૂર કરવાનો સૌથી સારો રસ્તો માનવામાં આવે છે. જો તમે ત્રણથી ચાર દિવસ સુધી તેને પોતાની ત્વચા ઉપર લગાવવાનું શરૂ કરી દો છો તો પણ ચર્મ રોગ આસાનીથી દૂર થઈ શકે છે.
સામાન્ય રીતે હળદરનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. હળદરમાં એંટી તત્વ મળી આવે છે. જે ચામડીના રોગોને દૂર કરવાનું કામ કરે છે. જો તમે હળદરને પાણીમાં ઉમેર્યા પછી થોડી ગરમ કરી લો છો અને તેનો લેપ બનાવી ત્વચા પર લગાવો છો તો તેનાથી તમારી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે ધાધર, ખરજવું આસાનીથી દૂર થઈ શકે છે.