આ ઉપાયથી દવા વગર જ શરીરની બ્લોક નસો ખુલી જશે

પ્રદૂષણ, વાતાવરણમાં પલટો અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકો વારંવાર બીમાર પડે છે. આ સાથે જ શરીરમાં કેટલીક સમસ્યા પણ થવા લાગે છે. આવી જ એક સમસ્યા છે જે ઝડપથી વધી રહી છે અને તે છે નસોનું બ્લોકેજ.

શરીરના ઘણા ભાગમાં તમને નસોમાં થયેલું બ્લોકેજ જોવા મળશે. આ બ્લોકેજના કારણે શરીરમાં તકલીફ પણ રહે છે. જ્યાં બ્લોકેજ હોય ત્યાં ગાંઠ, બળતરા જેવી સમસ્યા પણ થાય છે. જો હૃદય સુધી જતી ધમનીઓમાં બ્લોકેજ હોય તો હાર્ટ એટેક પણ આવી શકે છે.

આ સમસ્યાને દુર કરવા દવા કરવાને બદલે તમે ઘરેલું ઈલાજ કરી શકો છો. આ ઈલાજ કરવાથી નસોનું બ્લોકેજ દુર થાય છે. આજે તમને જણાવીએ નસોનું બ્લોકેજ દૂર કરી દેતા અને તે પણ ગણતરીના દિવસોમાં તેવા આયુર્વેદિક ઉપાયો.

નસોનું બ્લોકેજ દુર કરવા માટે ખાસ પ્રકારનું ચૂર્ણ ખાવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે રસોડામાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. તેના માટે 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ સાકર, 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી લેવાની છે.

આ બધી જ વસ્તુઓને બરાબર સાફ કરી લેવી અને પછી તેને પીસી અને તેનો પાવડર કરી લેવો. આ તૈયાર કરેલું ચૂર્ણ રોજ સવારે ખાલી પેટ હોય ત્યારે એક ચમચી લેવાનું છે. આ ચૂર્ણ પાણી સાથે લેવાનું છે. આ ચૂર્ણ લીધા પછી એક કલાક સુધી કંઈપણ ખાવા પીવાનું નથી. તેનાથી શરીરની નસોનું બ્લોકેજ દુર થાય છે.

આ ચૂર્ણ પીવાથી હાર્ટની સમસ્યા પણ દુર થાય છે. તેનાથી હાર્ટ એટેક, લખવા જેવી સમસ્યાથી રાહત મળે છે.

આ ચૂર્ણ ઉપરાંત હળદર પણ નસોનું બ્લોકેજ ખોલે છે. તે રક્તવાહિનીઓમાં જામતા લોહીને અટકાવે છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં 1 ચમચી હળદર ઉમેરી તેમાં થોડું મધ ઉમેરી પી જવાનું છે. તેનાથી ધમનીઓમાં થયેલું બ્લોકેજ દુર થાય છે.

નસોનું બ્લોકેજ ખોલવા માટે દાડમ પણ લાભકારી છે. તેના માટે રોજ સવારે 1 ગ્લાસ દાડમના રસનું સેવન કરો. તમે દાડમ ખાઈ પણ શકો છો. તેના માટે દિવસ દરમિયાન 3 દાડમ ખાવા જોઈએ. તેનાથી રક્તની ઊણપ પણ દુર થાય છે.

લસણનું સેવન કરવાથી પણ કોલેસ્ટ્રોલના કારણે થતું બ્લોકેજ દુર થાય છે. લસણ શરીરની રક્તવાહિનીઓને પહોળી કરે છે. લસણને શેકીને લેવાથી લાભ થાય છે.

Leave a Comment