આપણા ભારતમાં લોકો મમરા ને એક જોરદાર નાસ્તો માને છે અને તેને લઈને ઘણી બધી માન્યતાઓ પણ હોતી હોય છે. આમ ઘણા બધા લોકો તેને વજન ઓછું કરવા માટેનો નાસ્તો માને છે. અથવા તો ઘણા લોકો એવું વિચારે છે કે મમરા ખાવાથી વજન વધી જાય છે. અને અમુક લોકો તો મમરા ને જ સ્વાસ્થ્ય માટે જોખમકારક માને છે.
પરંતુ અમે તમને આજે એક મમરા થી લઈને અલગ જ સ્વાસ્થ્યના લાભોથી જણાવવા જઈ રહ્યા છીએ. અને તેનું સેવન કરવાથી તમે ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકો છો ત્યારે તમારે મમરા નો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
મમરાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. ખરેખર તો મમરા માં જોવા મળતું સોડિયમ લોહીના દબાણને કાબૂમાં રાખવાનું કામ કરે છે. તેમજ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે.
આમ જો તમે એક ચોક્કસ માત્રામાં મમરા નું સેવન કરશો તો હાઈ બીપી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકો છો. સામાન્ય રીતે લોકોને કેલ્શિયમની ઊણપના કારણે હાડકાં નબળા થઈ જતા હોય છે.
આમ નબળા થઈ ગયેલા હાડકાઓને મજબૂત કરવા માટે દરરોજ એક વાડકી મમરાનું સેવન જરૂરથી કરવું જોઈએ, આમ તમને ખૂબ જ લાભ થશે અને તેનું ખૂબ જ ઝડપી પરિણામ મળશે નહીં પરંતુ ધીમે ધીમે તમને હાથ પગનો દુખાવો અને હાડકાની સમસ્યાઓમાંથી રાહત મળશે.
જો તમને કબજિયાતની તથા પેટના રોગો ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમારે દરરોજ ભોજનમાં મમરાને સામેલ કરવા જોઈએ. ખરેખર તો મમરામાં જોવા મળતા પોષક તત્વો તથા તેમાં મળતું ફાઇબર ખોરાક અને પાચન કરવામાં મદદ કરે છે, અને તેના લીધે જ ખોરાક ખુબ જ આસાનીથી પહોંચી જાય છે અને કબજિયાતની સમસ્યા પણ જોવા મળતી નથી.
શરીરમાં જમા થયેલું મળ મમરા ખાવાથી સાફ થઈ જાય છે. અને આંતરડા પણ તેનાથી ચોખ્ખા થાય છે. તમને જણાવી દઈએ કે મમરા ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને આપણે ભોજનથી દૂર રહીને વજન પણ ઓછું કરી શકીએ છીએ આમ મમરા માં જોવા મળતા પ્રોટીન અને કેલરી શરીરમાં ચરબી ને જમા થવા દેતા નથી.
સ્વાસ્થ્યને લગતી ઘણી બધી બીમારીઓ જેમ કે પેટના રોગ પેશાબની તકલીફ જઠરાગ્નિની તકલીફ વગેરેથી પણ તમને ખૂબ જ રાહત મળે છે. તદુપરાંત તમારે મમરા નો ઉપયોગ દરરોજ એક યોગ્ય માત્રામાં કરવો જોઈએ યોગ્ય માત્રામાં મમરા નો ઉપયોગ કરવાથી તેની કોઈ જ આડઅસર થતી જોવા મળતી નથી અને તેને ભોજન માં ખૂબ જ ગુણ કારક માનવામાં આવે છે.