ઘરે જ આ લાડુ બનાવીને ખાઈ લો, ઓપરેશન વગર જ સાંધાનો દુખાવો મટી જશે

આજના સમયમાં હાડકાં, સ્નાયૂ, ઘુંટણના દુખાવાની સમસ્યા એકદમ સામાન્ય થઈ ગઈ છે. ઘણીવાર આ સમસ્યા ઉંમરને લીધે થાય છે તો કેટલાકને આ સમસ્યા વધારે પ્રમાણમાં કસરત કરવાથી થાય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે તેના પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. આ સમસ્યાથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ.

આજે તમને ઘુંટણની સમસ્યાને દુર કરતા લાડુ વિશે જણાવીએ, આ લાડુનું સેવન રોજ કરવાથી 30 જ દિવસમાં તમે અનુભવશો કે તમારા ઘુંટણના દુખાવાની સમસ્યા કાયમ માટે દુર થઈ ગઈ છે. માત્ર ઘુંટણના જ નહીં પરંતુ શરીરના સ્નાયૂના, હાડકાના દુખાવા પણ તેનાથી દુર થઈ જાય છે.

ઘુંટણ સહિત શરીરના સાંધામાં થતા આ દુખાવાનું મુખ્ય કારણ ઘસારો હોય છે. આપણા ઘુંટણમાં જ્યાં સાંધો બનતો હોય છે ત્યાં હાડકાંમાં સ્નાયૂનિ સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફ્લુઈડ હોય છે.

જ્યારે આ ફ્લુઈડ ઘટી જાય અથવા તો નિકેપમાં ઈજા થાય, વજન અચાનક વધી જાય ત્યારે હાડકામાં ઘસારો લાગે છે અને તેના કારણે દુખાવો થાય છે.આ સિવાય કેટલીકવાર આ સમસ્યા આપણી બેદરકારીના કારણે પણ થાય છે.

જેમકે પથરાળ જમીન પર ખુલ્લા પગે ચાલવું, પગ પર વજન આવે તે રીતે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહી કામ કરવું, શરીરનું બેલેન્સ ન જળવાય તેવા પગરખાં પહેરવા, વારંવાર પગ ત્રાંસો પડવો.. આ ક્રિયાના કારણે પણ સ્નાયૂ કે લીગામેન્ટ પર પ્રેશર આવે છે અને તેની આડઅસર ઘુંટણ પર થાય છે.

જો કે સમસ્યા કોઈપણ કારણથી હોય. તેનો ઉપાય આ લાડુ છે. આજે તમને એવા લાડુ બનાવતા શીખવીએ જેનું સેવન કરશો તો તમે ભુલી જશો કે ક્યારેય તમને પગનો દુખાવો હતો પણ ખરો.

તેના માટે તમારે 750 ગ્રામ ગોળ, 500 ગ્રામ અખરોટ, 200 ગ્રામ શીંગદાણા, 100 ગ્રામ નાળિયેર અને કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ સૂંઠની જરૂર પડશે. હવે આ વસ્તુઓમાંથી જે ડ્રાયફ્રુટસ છે તેને ધીમા તાપે શેકી અને ઠંડા કરી લેવા. આ જ રીતે નાળિયેરને પણ શેકી લેવું.

હવે બધી વસ્તુઓ ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં પીસી લેવી. આ વસ્તુઓને બારીક નથી પીસવાની. તેને કરકરું પીસવાનું છે.

ત્યારબાદ એક વાસણમાં ગોળ ગરમ કરી તેનો પાયો બનાવો અને તેમાં ઉપરોક્ત સામગ્રી અને સુંઠ ઉમેરી બરાબર હલાવો. તૈયાર મિશ્રણ 5 મિનિટ ગરમ થાય પછી ગેસ બંધ કરી દો અને તેમાંથી લાડુ બનાવી લો. આ માપથી વસ્તુઓ લેશો તો 30 લાડુ તૈયાર થશે. આ લાડુ રોજ ભૂખ્યા પેટે એક ખાવાનો છે.

Leave a Comment