આ ઉપાયથી હોટેલનું ખાઈને પણ તમારું 30-40 કિલો વજન ઉતરી જશે

 

દોસ્તો ચિકન બિરયાની, પનીર પરાઠા આ બે વસ્તુઓ એવી છે જેને ભારેમાં ભારે ખોરાક કહી શકાય છે. આ બંને વસ્તુઓનું સેવન કરવાથી વજન વધવાની શક્યતા બમણી વધી જાય છે. તેવામાં તમે માની શકો કે કોઈ વ્યક્તિ આવી વસ્તુઓ ખાઈને પણ 40 કિલોથી વધુ વજન ઉતારી શકે ?

માનવામાં ન આવે તેવી કમાલ કરી બતાવી છે એક મહિલાએ. નેહા નામની આ મહિલાનું વજન ખૂબ વધારે હતું. તેનું વજન ગર્ભાવસ્થા દરમિયાન વધ્યું પછી ઘટવાનું નામ લઈ રહ્યું ન હતું. તેણે અનેક પ્રયત્ન કર્યા અને ઘણી મહેનત કરી પરંતુ તેને ધાર્યું પરિણામ જોવા મળ્યું નહીં.

જ્યારે તેને વધારે વજનના કારણે અન્ય સમસ્યા થવા લાગી ત્યારે તેણે ફીટ રહેવા માટે વજન ઘટાડવાનું મક્કમ મન બનાવી લીધું. પરંતુ તે અગાઉ ઘણા પ્રયત્ન કરી ચુકી હતી તેથી આ વખતે તે સફળ થશે કે કેમ તે તેના માટે પડકાર હતો.

કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન ખૂબ જ વધી ગયું હતું. ત્યારબાદ તેને થાઈરોઈડ, અનિયમિત માસિક જેવી સમસ્યા પણ રહેતી હતી. તેના કારણે તે સ્ટ્રેસમાં પણ રહેતી. પરંતુ ત્યારબાદ તેણે એક ખાસ પ્લાન ફોલો કર્યો.

જેમાં તે વજન ઘટાડવા માટે સપ્તાહમાં 6 દિવસ સ્ટ્રેચિંગ કરતી, 2 દિવસ 15 મિનિટ માટે કાર્ડિયો કરતી. અને સપ્તાહના દરેક દિવસ તે રોજ 10 હજાર ડગલા ચાલતી.

તેણે જણાવ્યાનુસાર વજન ઘટાડવા માટે કોઈ શોર્ટ કટ નથી. તેથી ધીરજ રાખવી જરૂરી છે. આ સાથે જ કોઈ આહાર પણ એકલા તમારું વજન ઘટાડી શકે નહીં. તેના માટે સંતુલિત આહાર લેવો જ પડે છે. નહીં તો અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

તેમાં પણ જ્યારે તમને અન્ય બીમારીઓ પણ હોય ત્યારે વધારે સાવચેત રહેવું પડે છે. યોગ્ય પરિણામ જોઈતા હોય તો ચોક્કસ સમય સુધી મહેનત કરવી અને પૌષ્ટિક આહાર લેવો. આ રીતે તમે 1 મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકો છો.

વજન ઘટાડવું હોય તો બેઠાડુ નહીં પણ એક્ટિવ જીવનશૈલી રાખવી અને તેને ફોલો કરવી. નેહાએ તેની દિનચર્યા પર ધ્યાન આપ્યું અને જરૂરી ફેરફાર કરી સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીને તેણે 40 કિલોથી વધુ વજન સરળતાથી ઘટાડી લીધું.

Leave a Comment