બરફની જેમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી, સાકર સાથે ખાવાનું શરુ કરી દો આ વસ્તુ.

દોસ્તો સાકર અને તુલસીની બીજનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. તેનું સેવન કરવાથી શરીરને પ્રોટીન, ફાયબર, આયર્ન, સોડિયમ, ફોસ્ફરસ, વિટામીન સી મળે છે. તેમાં એન્ટી બેક્ટિરીયલ, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ફંગલ તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

તુલસીના બીજ અને મિસરી ખાવાથી પેટની સમસ્યા દુર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ મિશ્રણનું સેવન કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ પણ દુર થાય છે. તુલસીના બીજ અને મિસરીના ઉપયોગથી શરીરને અન્ય કયા કયા લાભ થાય છે ચાલો તમને જણાવીએ વિસ્તારપૂર્વક.

તુલસીના બીજ અને મિસરીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી ચયાપચયની ક્રિયા બરાબર રીતે થાય છે અને તેના કારણે ખાધેલો ખોરાક સારી રીતે પચે છે. તેનું સેવન રોજ જમ્યા પછી કરવાથી વજન ચરબી જામતી નથી.

તુલસીના બીજ અને મિસરીના મિશ્રણમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વો ભરપુર હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘણા રોગ સામે લડવાની ક્ષમતા મળે છે. સવારે અને સાંજે તેને લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

તુલસીના બીજ અને મિસરીનું સેવન કરવાથી માનસિક શાંતિ વધે છે અને એકાગ્રતા પણ તેના કારણે વધે છે. જો ઊંઘની સમસ્યા હોય અને સ્ટ્રેસ રહેતો હોય તો રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

શિયાળામાં તુલસીના બીજ અને મિસરીનું સેવન કરવાથી શરદી, ઉધરસની સમસ્યાથી મુક્તિ મળે છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ શરદી અને ઉધરસને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી વાત્ત અને કફના રોગ દુર થાય છે.

તુલસીના બીજ અને મિસરીનું સેવન કરવાથી એનીમિયાની સમસ્યા થતી નથી. તેમાં ભરપુર પ્રમાણમાં આયર્ન હોય છે જેનું સેવન કરવાથી લોહીની ઊણપને દુર કરી શકાય છે. તેનું સેવન કરવાથી હિમોગ્લોબીનનું સ્તર સુધરે છે.

તુલસીના બીજ અને મિસરીનું સેવન કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યા, ખાટા ઓડકારથી મુક્તિ મળે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે મોંમાં રહેલા બેક્ટેરિયાને દુર કરે છે. તેનાથી મોંની દુર્ગંધથી મુક્તિ મળે છે અને મોંના ચાંદા પણ દુર થાય છે.

તુલસીના બીજ અને મિસરીનો ઉપયોગ કેવી રીતે કરવો ?

તુલસીના બીજ અને મિસરીને પીસી અને આ મિશ્રણને 3 ગ્રામની માત્રામાં લેવું જોઈએ. તમે તુલસીના બીજને પાણીમાં પલાળી પછી તેમાં મિસરી ઉમેરીને પણ લઈ શકો છો. તેનાથી કબજિયાત, અપચો મટે છે અને યાદશક્તિ પણ વધે છે.

Leave a Comment