ફકત 10 મિનિટમાં પેટનો બધો ગેસ અને કબજિયાત ગાયબ થઈ જશે

દોસ્તો ગેસ અને કબજિયાત જેવી તકલીફોને દૂર કરે તેવી ઔષધિ દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. આ વસ્તુનો ઉપયોગ કરીને ગેસ અને કબજિયાત થી તો દસ જ મિનિટમાં મુક્તિ મળી જાય છે. આજે તમને આયુર્વેદમાં દર્શાવેલી આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેનો તમે ઘરગથ્થુ ઈલાજમાં ઉપયોગ કરી શકો છો.

રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ કેટલી ઉપયોગી છે કે જો યોગ્ય રીતે તમે તેનો ઉપયોગ કરો તો નાની મોટી સમસ્યા માટે તો તમારે દવા લેવી પણ નહીં પડે. પરંતુ મોટાભાગે લોકો આ વસ્તુઓથી થતાં લાભ થી અજાણ હોય છે.

આજે તમને આવી જ એક વસ્તુ વિશે જણાવીએ જે કબજિયાત અને ગેસ થી તુરંત જ રાહત આપે છે અને સાથે જ અન્ય લાભ પણ કરે છે. આ વસ્તુ છે કાળીજીરી. કાળીજીરી નો ઉપયોગ કરીને તમે માથાના દુખાવાથી લઈને સાંધાના દુખાવાને દૂર કરી શકો છો. જેમકે…

જો શરીરમાં બેક્ટેરિયા ફેલાઈ ગયા હોય અને ઇન્ફેક્શન થઈ ગયું હોય તો કાળીજીરી નો ઉપયોગ કરી શકાય છે. કાળીજીરી નું સેવન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા મળ વાટે નીકળી જાય છે અને સાથે જ અશક્તિ પણ દૂર થાય છે.

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ કાળીજીરી નો ઉપયોગ કરવું જોઈએ. બજારમાં કાળીજીરીનું તેલ મળતું હોય છે જે કબજિયાતને મટાડે છે.

જે લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમને ધીરે ધીરે હાર્ટ પ્રોબ્લેમ પણ વધે છે. તેવામાં કાળીજીરીનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે અને હાર્ટને હેલ્ધી રહે છે.

કાળા મરી અને કાળીજીરી ને સમાન માત્રામાં લઈને તેનું સેવન કરવાથી શરીરમાં વધેલા કૃમિ અને ઝેરી તત્વોનો નાશ થાય છે.

જે લોકોને ત્વચાની સમસ્યા જેમકે ધાધર, ખરજવું, ખંજવાળ વગેરે હોય તેમણે કાળીજીરીની રાખ નો ઉપયોગ તેના પર કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. તેના માટે કાળીજીરીની રાખ ને તલના તેલમાં મિક્સ કરીને લગાવવી.

ગેસના કારણે પેટ ફુલી ગયું હોય તો તેનાથી કાળીજીરી નો ઉપયોગ કરીને તુરંત રાહત મેળવી શકાય છે. તેના માટે કાળીજીરી ને પાણીમાં મેળવીને ઉકાળો તૈયાર કરી લેવો. આ ઉકાળો પીવાથી ગેસ તુરંત દૂર થાય છે.

કાળીજીરી નું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર રીતે થાય છે અને સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

જે લોકોને ઉધરસ મળતી ન હોય અને કફ પણ રહેતો હોય તેમણે પણ કાળીજીરી નો ઉકાળો પીવો જોઇએ. તેના માટે અડધા લીટર પાણીમાં 10 થી 15 ગ્રામ કાળી જીરી ઉકાળી તેનું સેવન કરવું.

કાળીજીરી નો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવા, હાથ અને પગના દુખાવા પણ મટાડે છે. તેનાથી દાંત પણ મજબૂત થાય છે.

Leave a Comment