દૂધ સાથે લઈ લો આ વસ્તુ, પાચનને લગતી કબજિયાત, ગેસ જેવી બધી જ બિમારીઓ ગાયબ

 

એલચી પોષકતત્વોથી ભરપુર વસ્તુ છે. તેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. એલચીનો ઉપયોગ મીઠાઈમાં, ચામાં અને મુખવાસ તરીકે કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને અન્ય પણ ઘણા લાભ થાય છે. આજે તમને અલગ જ રીતે એલચીનું સેવન કરવાની રીત વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે આ રીતે એલચી લેવાથી શું લાભ શરીરને થાય છે.

એલચીના પોષકતત્વોની વાત કરીએ તો તેમાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, ફાયબર, પ્રોટીન, સોડિયમ, વિટામીન એ, કેલ્શિયમ, વિટામીન બી ભરપુર પ્રમાણમાં હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. તેની સાથે સાકર લેવાની છે તેની તાસિર પણ ઠંડી હોય છે. આ બંને વસ્તુને દૂધ સાથે લેવાથી શરીરને અઢળક લાભ થાય છે.

એલચીનું સેવન સાકર અને દૂધ સાથે કરવાનું છે. તેના માટે એલચી અને સાકરનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરને દૂધ સાથે ઉમેરી અને તેનું સેવન કરવાનું છે. આ સિવાય તમે સાકરને દૂધમાં ઉકાળી પછી તેમાં એલચી પાવડર ઉમેરીને પણ પી શકો છો.

એલચી અને વરિયાળીનું સેવન પણ લાભકારી છે. તેનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે. મોંમાંથી આવતી દુર્ગંધને દુર કરવાનો બેસ્ટ વિકલ્પ છે વરિયાળી અને એલચી.

જો મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય તો એલચી અને વરિયાળીનો ઉપયોગ શરુ કરો. આ બંને વસ્તુની તાસીર ઠંડી હોય છે જે પેટની ગરમી અને મોઢાની બળતરા દુર કરે છે.

એલચી, સાકરને દૂધમાં ઉમેરીને પીવાથી ગેસ, એસિડિટીની સમસ્યાથી મુક્તિ મળે છે. જે લોકોને જમ્યા પછી એસિડિટી થઈ જતી હોય છે તેમણે જમ્યા પછી એલચી, સાકરના પાવડરનું સેવન કરવું. તેનાથી ભોજન સારી રીતે પચી જાય છે. તેનાથી ગેસ અને એસિડિટી મટી જાય છે.

ઘણા લોકોને ઠંડીનું વાતાવરણ શરુ થાય એટલે શરદી- ઉધરસ થઈ જાય છે. આ સમસ્યાને દુર કરવા માટે એલચી અને સાકરનું મિશ્રણ લઈ શકાય છે. તેનું સેવન કરવાથી શરદી-ઉધરસ મટે છે અને ઈમ્યુનિટી પણ વધે છે. તેનાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે. તેનું સેવન કરવાથી શ્વસનતંત્ર મજબૂત થાય છે.

વજન ઘટાડવા માટે પણ એલચી અને સાકરનો પાવડર ઉપયોગી છે. વરિયાળી અને સાકરને વાટી અને તેનું મિશ્રણ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એલચીમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે જે વજન ઝડપથી ઘટાડે છે.

પાચનક્રિયામાં સુધારો કરવો હોય તો એલચી અને સાકરનું પાણી લેવાથી લાભ થાય છે. તેમાં રહેલા ડાયજેસ્ટિવ ગુણ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે.

Leave a Comment