વજન ઘટાડવા માટે કોઈ જાદુ કામ કરતું નથી. તેના માટે એક નિયમિત જીવનશૈલી ફોલો કરવી પડે છે. વજન ઘટાડવા માટે કરેલી મહેનત 3, 4 દિવસમાં કામ ન કરે. તેના માટે સતત પ્રયત્ન કરતા રહેવા પડે છે. આવું જ કામ એક મહિલાએ કર્યું છે અને તેણે ખૂબ ઓછા સમયમાં 20 કિલો વજન ઘટાડ્યું છે.
આજના સમયમાં સ્થૂળતાએ એ દરેક વયજુથમાં જોવા મળતી સમસ્યા છે. પરંતુ નાની ઉંમરમાં જો સ્થૂળતાનો શિકાર બની જશો તો વધતી ઉંમરે શરીર સાથે આપશે નહીં. તેથી સ્થૂળતાને કંટ્રોલમાં કરવી જરૂરી છે. વજન વધવાનું એક કારણ લોકડાઉન પણ રહ્યું છે.
લોકડાઉન દરમિયાન ઘણા લોકોનું વજન ઘરમાં બેસી રહેવાથી વધી ગયું છે. તેમાંથી એક આ મહિલા પણ હતા. તેનું વજન લોકડાઉનમાં 75 કિલો થઈ ગયું હતું. તેવામાં તેને અનેક સમસ્યા થવા લાગી.
ત્યારબાદ તેણે સમય કાઢી અને જ્યારે વજન ઘટાડવાની શરુઆત કરી તો એક ખાસ ટ્રીકની મદદથી તેણે 20 કિલો વજન 6 મહિનામાં ઉતારી દીધું.
તેણે શરુઆતમાં વજન ઘટાડવા માટે કેટલાક વીડિયો જોઈ અને વર્કઆઉટ કરવાનું શરુ કર્યું. પરંતુ તેનાથી તેને લાભ થયો નહીં. ત્યારબાદ તેણે એક સરળ કામ કર્યું. તે રોજ સેન્ડવીચ અને ચોકલેટ ખાતી હતી. તેણે તેનો આહાર બદલી નાખ્યો.
સૌથી પહેલા તેણે આ બંને વસ્તુનું સેવન બંધ કરી દીધું અને તે સિવાય તે દિવસ દરમિયાન જે પણ જંકફુડ ખાતી હતી તે પણ બંધ કરી દીધું.
તેણે જંકફુડને રીપ્લેસ કરી હેલ્ધી ફુડ લેવાની શરુઆત કરી. જેનું રીઝલ્ટ બધાની સામે છે. તેણે સવારના નાસ્તામાં બ્રેડની વસ્તુઓને બદલે, બાફેલા ઈંડા, ચણાના લોટના ચીલા, સુગર ફ્રી કોફી લેવાની શરુઆત કરી.
બપોરે જમવામાં તે દાલ, શાકભાજી, સલાડ સાથે 2 રોટલી લેતી. આ સિવાય તે પ્રોટીનયુક્ત આહાર કરતી. જ્યારે ભુખ લાગે ત્યારે જંક ખાવાને બદલે તે નટ્સ ખાતી..
રાત્રિના ભોજનમાં તે હળવો આહાર લેતી. તે સાંજે 7 સુધીમાં જમી લેતી. તે રાત્રે જમ્યા બાદ 13 કલાક પેટ ખાલી રાખતી અને સવારે સૌથી પહેલા એક બાઉલ ફ્રુટ ખાતી. આ સિવાય તે સવારે અને બપોરે લંચ કર્યાના થોડા કલાકો બાદ પણ વર્કઆઉટ કરતી.
આ ટ્રીક ફોલો કરીને તેણે 6 મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું અને સાથે જ તેની હેલ્થમાં પણ પહેલા કરતાં સુધારો થયો છે.