આમ તો આપણા શરીરનું નાનામાં નાનું અંગ પણ અતિ મૂલ્યવાન છે. તેમાં જરા પણ સમસ્યા થાય તો આખા શરીરને સમસ્યા થઈ શકે છે. પરંતુ સૌથી નાજુક અંગ જો કોઈ હોય તો તે છે આંખ. આપણી આંખ સૌથી નાજુક અને સંવેદનશીલ અંગ છે.
આંખના કારણે આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ અને સાથે જ આંખ ચહેરાને આકર્ષક બનાવે છે. જો આંખમાં કોઈ સમસ્યા થાય તો જીવન સંકટમાં પડી શકે છે. પરંતુ મોટાભાગના લોકો આંખને લઈને બેદરકાર જ જોવા મળે છે. આંખની કદર લોકોને ત્યારે થાય છે જ્યારે આંખનું તેજ ઘટવા લાગે અને ચશ્મા અથવા તો લેન્ચ પહેરવા પડે.
જ્યારે આંખનું જતન કરવામાં ન આવે તો આંખ નબળી પડી જાય છે અને દ્રષ્ટિ ધુંધળી થઈ જાય છે. તેવામાં જોવા માટે ચશ્માની મદદ લેવી પડે છે. આવું ન થાય તે માટે જરૂરી છે કે આંખની પુરતી કાળજી રાખવામાં આવે.
જો કે મોટાભાગના લોકો આંખની સંભાળ, સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. તેથી નાની ઉંમરમાં આંખના રોગ, આંખમાં નંબર જેવી સમસ્યા થઈ જાય છે. જો આવી સમસ્યાનો સામનો કરવો ન હોય તો સમયસર આંખની કાળજી રાખવાની શરુઆત કરી દો. આંખની કાળજી રાખવા માટે કેટલીક ટીપ્સ આજે તમને જણાવીએ.
આજના સમયમાં લોકોના દૈનિક કાર્યોમાં પણ યંત્રોનો ઉપયોગ વધી ગયો છે કેટલાક લોકો તો કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટર સામે બેસીને સતત કામ કરે છે. તેવામાં આંખને વધારે થાક લાગે છે. તેનાથી આંખમાં બળતરા, આંખમાં દુખાવો, નંબર વધવાની સમસ્યા થાય છે.
ઘણી વખત લેપટોપ, મોબાઈલનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી આંખમાંથી પાણી પણ નીકળે છે. તેથી આ બધી જ સમસ્યાથી જો તમને મુક્તિ જોઈતી હોય તો આ ટીપ્સને ફોલો કરો. આ ટીપ્સને ફોલો કરવાથી નંબર આવશે નહીં અને હશે તો પણ ઉતરવા લાગશે.
તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પલાળી દેવું. સવારે આ પાણીને કપડા વળે ગાળી લો. પછી આ પાણીથી સવારે આંખ સાફ કરો. આ ઉપાય કરવાથી આંખને ઠંડક મળે છે અને આંખની બળતરા પણ મટે છે.
આંખના નંબર ઉતારવા માટે ગાયના ઘીમાં મરીનો પાવડર, સાકરનો પાવડર ઉમેરી તેનું સેવન કરવું. તેનાથી પણ આંખની નબળાઈ દુર થાય છે અને આંખની સમસ્યાઓથી રાહત મળે છે.