ગરમ પાણી સાથે લઈ લો આ વસ્તુ, આખું શરીર ડીટોકસ થઈ જશે

 

અનિયમિત જીવનશૈલી, ખાણીપીણીની આદતો, બદલાતું વાતાવરણ શરીરની સૌથી પહેલા અસર કરે છે. તેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય શરીરની કેટલીક સમસ્યા દૂર કરવા દવા પણ ખાવી પડે છે. જોકે લાંબા સમય સુધી દવા ખાવી સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ત્યારે આજે તમને ફક્ત પાણીનું સેવન કરીને શરીરને નિરોગી રાખવા નો જબરદસ્ત નુસખો બતાવીએ. તેના માટે તમારે દવા લેવાની પણ જરૂર નથી. એક ગ્લાસ પાણી તમારા શરીરને નિરોગી રાખી શકે છે.

તમારે અલગ અલગ વસ્તુ સાથે સિંધવ મીઠાનું સેવન કરવાનું છે. રોજ એક ચપટી મીઠું લેવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય માટે સિંધવ-મીઠું બેસ્ટ છે એવું ડોક્ટરો પણ માને છે. સામાન્ય મીઠાની સરખામણીમાં આ મીઠું પીત પણ કરતું નથી. શરીર માટે ત્રિદોષ ને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તેવામાં જો તમે સિંધવ મીઠાનું સેવન કરશો તો તમને આ 5 પ્રકારની સમસ્યામાં લાભ થશે.

1. સિંધવ મીઠું લેવાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. સાંધા જકડાઈ ગયા હોય તો તલના તેલમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરીને તેલને ગરમ કરી સાંધા પર હળવા હાથે માલિશ કરો. સાંધામાં મોમેન્ટ તુરંત જ શરૂ થઈ જશે.

2. છાતીમાં કફ જામી ગયો હોય અને નીકળતો ન હોય તો સિંધવ-મીઠું લાભ કરે છે. તેના માટે નીલગીરીના તેલમાં સિંધવ મીઠું ઉમેરી તેને ગરમ કરીને છાતિ પર લગાવી દેવું.

આ સિવાય તમે એક કડાઈમાં એક કપ સિંધવ મીઠું ગરમ કરવા મૂકો. મીઠું ગરમ થઈ જાય પછી તેને કપડામાં બાંધીને દર્દીની છાતી પર તેનાથી શેક કરો. તેનાથી કફ છૂટો પડી જાય છે.

3. જેમને સ્નાયુમાં કળતર થતી હોય તેમને આ કરતી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરીને તેને ધીરે ધીરે ચાની જેમ પીવાનું છે. સિંધવ મીઠું આ રીતે પીવાથી શરીરના સ્નાયુ માં ચેતના આવે છે અને કળતર દૂર થાય છે.

4. ગળામાં થયેલી ખરાશ અને દુખાવાને દૂર કરવા માટે અથવા તો કાકડામાં સોજો આવ્યો હોય તો તેને મટાડવા માટે હૂંફાળા ગરમ પાણીમાં ચપટી સિંધવ મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવા.

5. પાચનતંત્રને મજબૂત કરવા, જઠરાગ્નિને મજબૂત કરવા માટે સિંધવ મીઠાનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જાય છે. જેનું પાચન નબળું હોય તેણે અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી સિંધવ મીઠું ઉમેરીને તેનું સેવન કરવું. આ ઉપાય જમ્યા 30 મિનિટ પહેલા કરવો.

Leave a Comment