ડુંટી માં આ વસ્તુના બે ટીપાં નાખી દો, સાંધાનો દુખાવો થઈ જશે ગાયબ

મિત્રો નાભિને શરીરનું કેન્દ્રબિંદુ કહેવાય છે. તેમાંથી 70 હજારથી પણ વધુ રક્ત વાહિનીઓ પસાર થાય છે અને તે ધમનીઓ સાથે જોડાય છે. નાભિને સ્વાસ્થ્યનું પણ કેન્દ્ર બિંદુ કહી શકાય કારણ કે તેના વડે શરીરને સ્વસ્થ રાખી શકાય છે. જી હાં નાભિ એવું કેન્દ્ર છે જે શરીરની 100થી વધુ સમસ્યાને દુર કરી શકે છે અને તે પણ દવા વિના.

આજે તમને જણાવીએ નાભિ વડે કેવી રીતે શરીરને નિરોગી રાખી શકાય છે. તેના માટે તમારે નાભિમાં ઘીના માત્ર 2 ટીપાં રોજ ઉમેરવાના છે. રોજ નાભિમાં 2 ટીપાં ઘી નાખવાથી તમને ચમત્કારી ફાયદા જોવા મળશે.

નાભિ પર ઘી લગાડવાની શરુઆત કરવાની સાથે જ તમને તેની અસર પણ જોવા મળશે. નાભિ પર ઘી લગાડવાની શરુઆત કરશો એટલે સૌથી પહેલો લાભ ત્વચા પર જોવા મળશે. તેનાથી ત્વચાનું સંકોચન અટકે છે. નાભિ પર ઘી લગાડવાથી હોઠ પણ સોફ્ટ થાય છે.

નાભિમાં ઘી લગાડવાથી ઘુંટણના દુખાવા, ખરતા વાળની સમસ્યા પણ મટે છે. નાભિમાં ઘી નાખવા માટે ડ્રોપરનો ઉપયોગ કરવો. નાભિમાં ઘી ઉમેરી થોડીવાર મસાજ કરવાની છે. તેનાથી ત્વચા ચમકતી અને કાંતિવાન બને છે.

કબજિયાત રહેતી હોય તેમણે નાભિ અને તેની આસપાસ ઘી લગાવી મસાજ કરવી જોઈએ. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત દુર થાય છે.

શરીરમાં ઘણીવાર રક્તવાહિની સુકાઈ જતી હોય છે તેના કારણે શરીરના તે અંગને પોષણ નથી મળતું. જ્યારે તમે નાભિમાં ઘી ઉમેરો છો ત્યારે તે રક્તવાહિની પણ એક્ટિવ થાય છે અને રક્તવાહિની સુકાતી અટકે છે.

જ્યારે નાના બાળકને પેટમાં દુખાવો થતો હોય ત્યારે તેની નાભિની આસપાસ હિંગનું પાણી લગાડવાથી તેને પેટમાં દુખતું મટે છે. આ રીતે મોટા લોકો માટે ઘી અસર કરે છે.

ઘણા લોકોને ઉંમર વધે ત્યારે શરીરમાં ધ્રુજારીની સમસ્યા રહે છે. ત્યારે જો રાત્રે સુતા પહેલા નાભિમાં ઘીના બે ટીપા લગાવવામાં આવે છે ત્યારે આ સમસ્યા થતી નથી.

નિયમિત રીતે નાભિમાં ઘી લગાવવાથી ખરતા વાળની સમસ્યા દુર થાય છે. ધીરે ધીરે વાળ ખરતાં અટકે છે. જે લોકોને રાત્રે નસકોરાં બોલતા હોય તેમણે નાભિમાં હુંફાળુ ઘી ઉમેરવું જોઈએ. તેનાથી નશકોરા બંધ થાય છે.

જે લોકોને ઘુંટણના દુખાવાની સમસ્યા હોય તેણે નાભિમાં ઘી ઉમેરવું જોઈએ. તેનાથી ઘુંટણના દર્દ મટે છે. નાભિમાં ઘી ઉમેરવાથી અન્ય લાભ એ થાય છે કે તેનાથી હોઠ ફાટતા નથી અને સોફ્ટ અને પીંક રહે છે.

Leave a Comment