આપણા દેશમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઉપલબ્ધ છે. વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. આવી જ એક ગુણકારી વનસ્પતિ છે મહુડો. મહુડાનું સેવન કરવાથી ચમત્કારિક લાભ થાય છે. મહુડામાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે.
ભારતના કેટલાક રાજ્યોમાં તેનો ઉપયોગ દારૂ બનાવવામાં કરવામાં આવે છે પરંતુ હકીકતમાં દારૂ સિવાય તેનું દૂધ સાથે સેવન કરવાથી મહુડો જડીબુટ્ટી બની જાય છે.
મહુડા નો ઉપયોગ અલગ અલગ વાનગી માં પણ કરવામાં આવે છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. ચાલો જાણીએ મહુડા અને દૂધનું સેવન કરવાથી શરીરને કેટલા લાભ થાય છે.
1. મહુડા દૂધમાં મેળવીને પીવાથી પુરુષોના વંધ્યત્વની સમસ્યા દૂર થાય છે. આ દૂધ પીવાથી શુક્રાણુઓની સંખ્યા વધી જાય છે અને શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થાય છે. તેના માટે મહુડાના સૂકા ફૂલને દૂધમાં ઉકાળીને પીવું જોઈએ. તેને પીવાથી સેક્સ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
2. નસોની કમજોરી અને ન્યુરો મસ્ક્યુલર સિસ્ટમમાં થતી સમસ્યા દૂર કરવા માટે આ દૂધ અસરકારક છે. તેના માટે દૂધમાં મહુડાને ઉકાળીને તેમાં એક ચમચી મધ નાખીને પીવું જોઈએ.
3. હાઈપર ટેન્શનને દૂર કરવા માટે મહુડા વાળું દૂધ લાભદાયક બની શકે છે. હાઇપર ટેન્શન હોય તેમણે રોજ એક ગ્લાસ દૂધમાં મહુડો મિક્ષ કરીને પીવું જોઈએ. તેનાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને તણાવમુક્ત રહી શકાય છે.
4. શિયાળામાં શરદી ઉધરસ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો તેને દૂર કરવા માટે પણ મહુડો ઉપયોગી છે. તેના માટે દૂધમાં મહુડો મિક્સ કરીને રાત્રે પીવું.
5. ખરજવા જેવી ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે મહુડો અને દૂધ ઉપયોગી છે. મહુડા ના પાન નો રસ એક ચમચી લઈ અને બે ચમચી દૂધમાં ઘી ઉમેરીને તેને ખરજવું થયું હોય ત્યાં લગાવો. તેનાથી ત્વચા નું સંક્રમણ પણ દૂર થાય છે.
6. મહુડાના બીજનું સેવન કરવાથી સાંધાના અને માથાના દુખાવાને દૂર કરી શકાય છે. તેના માટે તેના બીને દૂધમાં ઉકાળીને દૂધ પીવું જોઇએ. આ દૂધ પીવાથી ગઠીયો વા, સાંધાના દુખાવા, માથાનો દુખાવો, બાબાસીર, ચામડી ની સમસ્યા દૂર થાય છે.
7. શરીરમાં નબળાઈ હોય અને સ્ફૂર્તિનો અભાવ હોય તો મહુડા અને દૂધનું મિશ્રણ પીવાથી લાભ થાય છે. તેના માટે 50 ગ્રામ મહુડા ના ફૂલ ને એક ગ્લાસ દૂધમાં નાખીને ઉકાળવાં. આ દૂધને ગાળી ને રોજ પીવાથી નબળાઈ દૂર થાય છે.
8. મહુડાને દૂધમાં ઉકાળીને પીવાથી ગેસ, એસીડીટી, કફ જેવા દોષ પણ દૂર થાય છે. મહુડાની છાલનું ચૂર્ણ રોજ બે ચમચી એક ગ્લાસ દૂધમાં ઉકાળીને પીવાથી પેટ સંબંધિત સમસ્યા માટે છે.