આ ઉપાયથી ફક્ત 15 દિવસમાં પેટ અને કમરની ચરબી ગાયબ થઈ જશે

મિત્રો અત્યાર ના સમય માં વજન વધારાની તકલીફ મોટાભાગ ના  બધા લોકો ને હોય જ છે. જે લોકોનું વજન વધી જાય છે તેઓ તેને ઘટાડવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ તેનાથી ઝડપથી ફાયદો થતો નથી. કારણ કે લોકોને તેની રીત ખબર હોતી નથી.

વજન ઘટાડવા માટે દિવસમાં થોડી મિનિટ કસરત કરી લેવી પુરતી નથી. તેના માટે આહાર પણ જરુરી છે. આહાર પણ એવો જે પૌષ્ટિક હોય. જેનાથી વજન ઘટે પણ શરીર કમજોર ના પડી જાય.

આજે તમને ઝડપથી વજન ઘટાડવાનું સીક્રેટ જણાવીએ. 15 દિવસમાં વજન ઘટાડવું શક્ય છે તેના માટે તમારે 70/ 30 નો નિયમ અપનાવવો જોઈએ. આ નિયમ પ્રમાણે ચાલશો તો વજન 15 દિવસમાં ઘટી જશે. આ નિયમ અનુસાર 30 ટકા કસરત અને 70 ટકા હેલ્ધી આહાર. વજન ઘટાડવા માટે બેલેન્સ ડાયટ જરુરી છે.

આ નિયમ અપનાવો ત્યારે તમારે એ બાબતે સતર્ક રહેવું પડે છે કે તમે આહારમાં શું લઈ રહ્યા છો. તમે જમવામાં કઈ કઈ વસ્તુઓ લો છો અને તેની માત્રા કેટલી છે. આ રીતે ડાયટનું ધ્યાન રાખવાથી વજન ઝડપથી ઘટે છે.

જ્યારે તમે પોષકતત્વોથી ભરપુર આહાર લેશો તો વજન ઝડપથી ઉતરશે. જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે આહાર એવો લેવો જેમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન હોય અને ફાયબર વધારે હોય. આ પ્રકારનો આહાર તમને એનર્જી આપશે અને વજન પણ ઘટશે. તો ચાલો 15 દિવસમાં વજન ઘટાડવા માટે તમારે શું કરવું.

સવારની શરુઆત સવારે 6થી 7 કલાક સુધીમાં કરવી અને સૌથી પહેલા ડીટોર્સ વોટર લેવું. તેનાથી શરીરના ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે છે. આ ડીટોક્સ વોટર બનાવવા માટે રાત્રે પાણીમાં મેથી અને અજમો પલાળી દેવા. સવારે આ પાણીથી દિવસની શરુઆત કરો. તેનાથી પાચન મજબૂત થાય છે.

આ પાણી પીવાથી વજન ઘટે છે અને શરીરની પેટ ફુલવાની સમસ્યા, એસીડીટી જેવી સમસ્યાથી મુક્તિ મળે છે. સવારે આ પાણી પીધા પછી 8 વાગ્યા સુધીમાં પલાળેલી બદામ ખાવાની છે. તેના માટે રાત્રે પાણીમાં 5 થી 6 બદામ પલાળી દેવી. સવારે ડીટોક્સ પાણી પછી આ બદામ ખાવાની છે.

ત્યારબાદ સવારે 8.30 કલાકે નાસ્તો કરવાનો છે. તેના માટે 2 ઈડલી, 2 ઘઉંના ચીલ્લા, વેજીટેબલ સેન્ડવીચ લઈ શકો છો. આ સાથે ફળ પણ લઈ શકાય છે. પણ કોઈપણ એક જ ફળ ખાવાનું છે. તમે નાસ્તામાં કઠોળ, બ્રોકલી, પાલક લઈ શકો છો. આ વસ્તુઓમાં પ્રોટીન વધારે હોય છે જે સ્નાયૂને રીપેર કરે છે.

બપોરે 11 વાગ્યે જમી લેવું. ભોજનમાં 1 ગ્લાસ છાશ અથવા 100 ગ્રામ પપૈયું ખાવું, સાથે અન્ય વસ્તુ લેવી. ત્યારબાદ 2થી 2.30 કલાક વચ્ચે એવા ફળ ખાવા જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. જમવામાં ઉપમા, રાગીની ઈડલી, શાકભાજી પણ લેવા. સાથે 2 રોટલી, શાક અને દાળ લેવા.

4 કલાકે ગ્રીન ટી પીવી અને પછી સાંજે 7.30 કલાકે જમી લેવું. જમવામાં બ્રાઉન રાઈસ, શાકભાજી લઈ શકાય છે. રાત્રે ભોજન હળવું કરવું. તમે ખીચડી, રોટલી લઈ શકો છો. જો મોડે સુધી જાગતા હોય તો હળદર વાળું દૂધ પીવું.

Leave a Comment