આજના સમયમાં મહિલાઓ ઘર અને કામ બંને સારી રીતે સંભાળતી થઈ ગઈ છે. પરંતુ આ દોડધામ ભરેલા જીવનમાં મહિલાઓને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ જાય છે.
જેમાં સૌથી સામાન્ય અને તકલીફ કરાવતી સમસ્યા છે કમરનો દુખાવો. ઘર અને કામ બંને વચ્ચે બેલેન્સ કરવામાં જે દોડાદોડી થાય છે તેના કારણે મહિલાઓને કમરનો દુઃખાવો થઈ જતો હોય છે.
આ દુખાવાને કારણે મહિલાઓ રોજના કામ પણ સારી રીતે કરી શકતી નથી. કેટલીક વાર તો આ દુખાવો એટલો બધો વધી જાય છે કે મહિલાઓ પથારીમાં પણ સરખી રીતે ઊંઘ કરી શકતી નથી.
કમરના દુખાવા ના કારણો અનેક હોઈ શકે છે. જેમ કે હોર્મોનલ અસંતુલન, કેલ્શિયમ ની ઉણપ, હાડકાના સાંધામાં નમીની ઉણપ, રોજિંદી દોડધામમાં આરામ નો અભાવ, પોષણયુક્ત આહાર નો અભાવ.
આ બધા કારણોને કારણે મહિલાઓને સૌથી વધુ કમરના દુખાવા રહે છે. આજે તમને એવો ઉપચાર જણાવીએ છીએ જેને કરવાથી કમરનો દુખાવો તુરંત જ દૂર થાય છે.
1. કમરના દુખાવાને દૂર કરવા માટે હર્બલ બામથી માલિશ કરવી જોઈએ. હર્બલ બામથી માલિશ કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે. આ બામ બનાવવા માટે એક વાટકી પીપરમેન્ટ નું તેલ લેવું તેમાં અજમો ઉમેરીને બરાબર ગરમ કરો. સાથે તેમા કપૂર પણ ઉમેરો. આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એને એક ડબ્બીમાં ભરી લો. દુખાવો થાય ત્યારે આ કામ નો ઉપયોગ કરવાથી રાહત મળે છે.
2. કમરના દુખાવામાં મહુવાનું તેલ પણ અકસીર છે. તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. તેનાથી માલિશ કરવાથી સ્નાયુમાં ગરમી ઉત્પન્ન થાય છે અને સોજો તેમ જ દુખાવો દૂર થાય છે. વારંવાર થતા કમરના દુખાવાથી મુક્તિ મેળવવા માટે રોજ રાતે સૂતા પહેલા મહુવા નું તેલ ગરમ કરીને તેનાથી માલિશ કરવી.
3. કમરના દુખાવાથી રાહત જોઈતી હોય તો હળદર અને ચૂનાનો લેપ પણ લગાવી શકાય છે. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેનો લેપ કરવાથી દુખાવાથી રાહત મળે છે. જોકર માં જૂનો ઉપલબ્ધ ન હોય તો હળદરમાં લવિંગ વાટીને પણ ઉમેરી શકાય છે..
4. જેમની કાયમી કમરનો દુખાવો રહેતો હોય તેને લવિંગના બામ નો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે દુખાવાથી તુરંત રાહત આપે છે.
આ બામ તૈયાર કરવા માટે એક વાટકી ગાયનું ઘી લેવું. તેમાં લવીંગનો પાવડર ઉમેરી તેને બરાબર ગરમ કરો. ઘી બરાબર પાકી જાય પછી તેને ઠંડુ કરવા ફ્રિજમાં મુકી દો. દુખાવો થાય ત્યારે આ ઘીનો ઉપયોગ કરવો.
5. યુકેલિપ્ટસ ઓઈલથી પણ દુખાવો દૂર થાય છે. જે લોકોને કાયમી દુખાવાની ફરિયાદ હોય તેમણે નહાવાના પાણીને હૂંફાળું ગરમ કરી તેમાં આ તેલના ટીપા નાખીને નહાવું જોઈએ. તેનાથી કમરના દુખાવાથી રાહત મળે છે.