જિમમાં ગયા વિના ઘરે બેઠા સડસડાટ વજન ઉતરી જશે

 

આજના સમયમાં વધેલું વજન મોટાભાગના લોકોની ફરિયાદ છે. વજન વધી જવાથી દૈનિક કાર્યો પણ સરળતાથી કરી શકાતા નથી. સાથે જ શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.

તેથી જો વજન વધી જાય તો તેને ઉતારવાની તુરંત શરૂઆત કરી દેવી જોઈએ. જોકે કેટલાક લોકો વજન ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી.

ત્યારે આજે તમને જે આયુર્વેદિક ઈલાજ જણાવીએ તેને કરવાથી ચોક્કસથી તમારું વજન ઘટશે. વજન ઉતારવાનો આ નુસખો કરવા માટે તમારે લીમડાના ફૂલ ની જરૂર પડશે.

લીમડાના પાનથી લઈને તેની દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે દવા સમાન છે. લીમડાના ફૂલ થી વજન ફટાફટ ઘટાડી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે લીમડાના ફૂલનો ઉપયોગ કરીને વજન કેવી રીતે ઘટાડી શકાય.

જો તમારે વજન ઓછું કરવું હોય તો લીમડાના ફૂલ અને તેના પાંદડા નું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી કેલેરી ઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે. સાથે જ તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.

1. વજન ઉતારવા માટે લીમડાના ફૂલોનું સેવન કરી શકાય છે. સવારે લીમડાના તાજા ફૂલ તોડીને તેને બરાબર સાફ કરી ખાલી પેટ ખાવા જોઈએ. આ સિવાય લીમડાના કુણા પાન ચાવીને ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.

2. વજન ઘટાડવા માટે લીમડાના ફૂલ અને મધનું સેવન કરી શકાય છે. તેના માટે લીમડાના ફૂલ ને સારી રીતે ધોઈ તેને બરાબર વાટી લેવું. ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરીને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. હવે આ મિશ્રણનું સેવન સવારે કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને કેલેરી બર્ન કરવામાં મદદ મળશે.

3. લીમડાના ફૂલનો ઉપયોગ કરીને બનાવેલી ચા પીવાથી પણ શરીરનું વજન ઝડપથી ઘટે છે. તેના માટે એક કપ પાણીમાં લીમડાના તાજા ફૂલ ને ઉમેરી ઉકાળો. ફુલ બરાબર ઉકળી જાય પછી તેમાં આદુ નો રસ ઉમેરીને આ ચાનું સેવન કરો. આ ચા દિવસમાં એક જ પીવાની છે.

આ ચાલુ સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. ખાસ કરીને જે લોકોને ચરબી ઘટાડવી હોય તેમના માટે આ અત્યંત ફાયદાકારક છે. રોજ એક કપ આ ચા પીવાથી ચરબી ફટાફટ ઉતરે છે. જો કે જે લોકોને કોઇ ગંભીર સમસ્યા હોય અથવા તો કોઈ સારવાર લીધી હોય તો તેમને ડોક્ટરનો સંપર્ક કરીને આનો ઉપયોગ કરવો.

Leave a Comment