મફતમાં મળતી આ વસ્તુથી આખા શરીરના દુખાવા થઈ જશે દૂર

કુદરતી જે આપણને વનસ્પતિ અને છોડ આપેલા છે તે પોષક તત્વો નો ખજાનો છે. આ વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્યને દવા વિના સ્વસ્થ રાખવાનું કામ કરે છે. વનસ્પતિઓ આપણા શરીરમાં થતા અનેક દુખાવાને દૂર કરી શકે છે. આવી જ એક વનસ્પતિ છે ચમેલી. ચમેલીના ફૂલ તેનાં પાંદડાં અને તેની વેલ શરીરના અનેક પ્રકારના દુખાવાને દૂર કરે છે.

ચમેલી ની સુગંધ મધુર હોય છે. તેમાંથી બનેલા અત્તર અને પર્ફ્યુમ નો ઉપયોગ તમે પણ કર્યો હશે. પરંતુ તેનાથી થતા લાભ વિશે કદાચ તમે નહીં જાણતા હોય. તો આજે તમને ચમેલીના તેલ થી થતા લાભ વિશે જણાવીએ. તેનો ઉપયોગ કરીને શરીરને અલગ-અલગ દુખાવા દૂર કરી શકાય છે.

1. માથાના દુખાવા માટે – ચમેલી ની સુગંધ મગજને શાંત કરે છે. સાથે જ મનને પ્રસન્ન કરે છે તેનાથી માથાના દુખાવાની સમસ્યા તુરંત જ દૂર થાય છે. માથામાં થતા દુખાવાને દૂર કરવા માટે ચમેલીના ફૂલ કે તેના પાનનો લેપ કરી ને માથા પર લગાવી થોડીવાર માલિશ કરવાથી માથાનો દુખાવો મટે છે.

2. મોઢામાં પડેલા ચાંદા – મોઢામાં અવારનવાર ચાંદાં પડી જતા હોય અને અસહ્ય દુખાવો થતો હોય તો ચમેલીના ફૂલનો ઉપયોગ કરી શકાય છે. તેના પાનને સાફ કરીને થોડી વાર ચાવવાથી મોઢાના ચાંદા દૂર થાય છે. જોકે એક વાત ધ્યાનમાં રાખવી કે ચમેલીના પાન ને ચાવી તેનો રસ થોડીવાર મોઢામાં રાખી પછી થુંકી નાખવાનો છે આ પાનનો રસ ગળી જવાનો નથી.

3. દાંત અને પેઢા નો દુખાવો – જો તમને પેઢામાં કે દાંતમાં દુખાવો હોય તો ચમેલીના પાન અને તેની છાલને પીસીને ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી કે તેનાથી કોગળા કરવાથી દુખાવામાંથી રાહત મળે છે.

4. ધાધર, ખરજવુ દૂર કરવા – ચમેલીને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને ચામડી પર ધાધર કે ખરજવું થયું હોય તેના પર લગાડવાથી ધાધર ખરજવું મટે છે. આ સિવાય ત્વચાના ઇન્ફેક્શન અને બળતરાને પણ આ પેસ્ટ દૂર કરે છે.

5. ઘાનો દુખાવો દૂર કરવા – શરીરમાં કોઈ ઘા થયો હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો, અથવા તો સ્નાયુના દુખાવાની સમસ્યા હોય તો ચમેલીના પાનનો રસ કાઢીને તેનો ઉપયોગ કરવાથી દુખાવો જલ્દી મટે છે.

6. માસિકનો દુખાવો – માસિક સમયે થતા દુખાવાને દૂર કરવા માટે ચમેલીના પાન તેના ફૂલ અને મૂળને પાણીમાં ઉકાળી તેનો ઉકાળો બનાવી લેવો. ઉકાળો ગાળી ને રોજ સવાર-સાંજ અડધો કપ પીવાથી દુખાવામાંથી રાહત મળે છે.

7. આંખમાં થતા દુખાવાને દૂર કરવા માટે ચમેલીના ફૂલનો લેપ બનાવીને અથવા તો ચમેલીનું તેલ આંખની ઉપર લગાડવાથી દુઃખાવો દૂર થાય છે જોકે આ વસ્તુ આંખની અંદર ન જાય તે વાતનુ ખાસ ધ્યાન રાખવું.

Leave a Comment