દોસ્તો પેટનો ગેસ ભયંકર સમસ્યા હોય છે. જ્યારે પેટમાં ગેસ થાય છે ત્યારે પેટ ફૂલી જાય છે અને અસહ્ય પીડા થાય છે. ગેસની સમસ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે આહારમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ.
રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓના ઉપયોગ થી પણ તમે પેટમાં ગેસ અને પેટની અન્ય સમસ્યાથી રાહત મેળવી શકો છો. આપણા ઘરમાં રસોડા માં રસોઈ માં વપરાતી એવી ઘણી બધી વસ્તુઓ છે જેના ઉપયોગ થી આપણા શરીર ની બીમારીઓ દૂર થાય છે.
રસોડા માં કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જડીબુટ્ટી સમાન છે. ખાસ કરીને પેટના ગેસ માટે તો આ વસ્તુ ખૂબ જ લાભકારી છે તેનાથી પેટ નો ગેસ તુરંત જ દૂર થાય છે. પેટમાં ગેસ ત્યારે થાય છે જ્યારે પાચનતંત્રમાં હવા ફસાઈ જાય છે.
જ્યારે આપણે ઉતાવળે જમીએ છીએ ત્યારે ભોજનની સાથે હવા પણ ગળી જાય છીએ. આહવા પાચન દરમિયાન આંતરડામાં પહોંચે છે અને તેના કારણે ગેસ ઉત્પન્ન થાય છે.
આ સિવાય કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી પણ ગેસ થાય છે. જેમકે ચિંગમ ચાવવાથી, ઠંડા પીણા પીવાથી, પચવામાં ભારે હોય તેવી વસ્તુઓ ખાવાથી પણ પેટમાં ગેસ થાય છે.
જ્યારે પેટમાં ગેસ વધી ગયો હોય અને તેના કારણે પેટમાં દુખાવો અને ઉબકા પણ આવતા હોય ત્યારે સાંજના સમયે કોઈપણ મનપસંદ સ્મુધિ કે ખીર બનાવીને તેમાં એલચીનો પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું.
જો ગેસ ના કારણે પેટ ભારે થઈ ગયું હોય અને અન્નનળીમાં કઈ ફસાયું હોય તેવું લાગતું હોય તો બપોરનું ભોજન સાથે તમે છાશ પીઓ ત્યારે તેમાં શેકેલા જીરાનો પાઉડર ઉમેરી દેવો.
ગેસ અને કબજિયાતની સમસ્યા હોય ત્યારે વરિયાળીનું સેવન કરવું જોઈએ. વરિયાળીનું સેવન કરવાથી પેટના મસલ્સ ને આરામ મળે છે અને ગેસ પણ દૂર થાય છે.
આ સિવાય પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તેને પણ વરીયાળી દૂર કરે છે. વરિયાળીમાં એવા તત્વ હોય છે જે પાચન સુધારે છે અને ભૂખ લગાડે છે સાથે જ ગેસને પણ દૂર કરે છે.
આદુંમાં પણ એવા તત્વ હોય છે જે પેટના ગેસને તુરંત જ દૂર કરે છે. આદું નું સેવન કરવાથી પેટનો ગેસ દૂર થાય છે અને મળત્યાગ કરવામાં પણ મદદ મળે છે.
આદુનો રસ કે તેનું સેવન કરવાથી ગેસ અને પેટના દુખાવાથી તુરંત જ રાહત મળે છે. તેના માટે તમે આદુનો રસ પી શકો છો, ચામાં આદુનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ગરમ પાણીમાં આદું ઉમેરીને લઈ શકો છો.
દિવસની શરૂઆત એક કપ ગરમ પાણીમાં હળદર ઉમેરીને તેને પીને કરો. હળદરવાળી આ ચા પીવાથી પેટ અને ત્વચા પર સારી અસર થાય છે. તેનાથી કબજિયાત પેટનો ગેસ તો મળે જ છે પણ તેની સાથે સંધિવા, માસિક સ્ત્રાવ નો દુખાવો પણ દૂર થાય છે.
આ વસ્તુઓ ઉપરાંત ફૂદીનો તજ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ પેટનો ગેસ, પેટનું ફૂલવું વગેરે સમસ્યા દૂર થાય છે.