આજના સમયમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. પાંચમાંથી દર ત્રણ વ્યક્તિને માથાના દુખાવાની ફરિયાદ હોય છે. તેમાં માઈગ્રેનનો દુખાવો સૌથી ભયંકર સમસ્યા છે. માઇગ્રેન માથાનો દુખાવો અસહ્ય બની જાય છે.
આજના જીવનમાં સ્ટ્રેસના કારણે લોકોને માથાનો દુખાવો રહે છે. ઘણા લોકોને માથાનો દુખાવો ઊંઘ કરી લેવાથી દૂર થઈ જાય છે પરંતુ કેટલાક લોકોને દુખાવાથી રાહત મળતી નથી. જેના કારણે તેઓ પેઇનકિલર લેવાનું શરૂ કરે છે. જોકે આ પ્રકારે પેઇનકિલર વારંવાર લેવાથી શરીરને નુકસાન થાય છે.
ત્યારે આજે તમને જણાવીએ માઈગ્રેન સહિતના માથાના દુખાવાથી મુક્તિ મેળવવાની આયુર્વેદિક ટેકનીક. આજના સમયમાં સ્થિતિ એવી થઈ છે કે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા નાના બાળકોમાં પણ વધી રહી છે. માઈગ્રેન સહિતના માથાના દુખાવાને યોગાસન દ્વારા દૂર કરી શકાય છે.
માઇગ્રેન ના કારણો – કોઈ વસ્તુની એલર્જી, ધુમાડો, પર્ફ્યુમ, કેટલીક ખાદ્ય સામગ્રી, કેફીન, સ્ટ્રેસ, દારૂનું સેવન, કબજિયાત, ઊંઘની ઊણપ વગેરે કારણોને લીધે માઈગ્રેનનો દુખાવો થઇ શકે છે.
માઈગ્રેન માટેના યોગાસન – યોગ દરેક રોગની દવા છે. યોગમાં દરેક સમસ્યાનું સમાધાન છે. તેનાથી માથાનો દુખાવો અને માયગ્રેન પણ મટે છે. માઈગ્રેન માટે બાલાસન, હસ્તપાદાસન, નૌકાસન, ધનુરાસન, તાડાસન, બ્રાહ્મરી આસન કરી શકાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર પણ માથાના દુખાવાને દૂર કરવા માટે યોગ શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં પણ ગૌમુખાસન અને તાડાસન માથાનો દુખાવો દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
યોગ કરવાથી 150 થી વધુ પ્રકારના માથાના દુખાવા દૂર થાય છે. યોગની કપાલભાતિ, જલનેતિ જેવી ક્રિયાઓ દુખાવો, સાઇનસ અને ચેહરાની માંસપેશિઓને થતો તણાવ દૂર કરે છે.
માથાના દુખાવાને સ્વ દેખભાળ કરીને પણ દૂર કરી શકાય છે. કેમકે માથા પર ગરમ કે ઠંડા પદાર્થનો શેક. સ્ટ્રેચિંગ ની એક્સરસાઇઝ, માથા ગરદન કે પીઠ પર માલિશ કરવી. અંધારા ઓરડામાં આરામ કરવો. આ રીતે પણ માથાનો દુખાવો દૂર કરી શકાય છે.